રૂા. ૧,૪૯ કરોડના કોકેઈન સાથે પકડાયેલ નાઈજિરિયન મહિલાએ ભારતના નકલી વિઝા બનાવ્યાનું ખુલ્યું
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફોરેનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી નકલી વિઝા બનાવી આપનારની શોધખોળ
સ્ટેટ મોનીટરીંગ સેલે નવસારી પાસેથી નાઈજીરીયન મહિલા મારગ્રેટ એની એમજી બુડોમ (૩૭)ની ધરપકડ કરવામાં આવી હતી. મૂળ નાઈજીરીયાની રહેવાસી અને મુંબઈના મીરા રોડ ખાતે રહેતી મારગ્રેટ પાસેથી રૂ.૧,૪૯ કરોડની કિંમતનું ૧૪૯.૫૧૦ ગ્રામ કોકેઈન મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. મારગ્રેટને પોલીસે ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ આ કેસમાં નવસારીની કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે આ મહિલાને સાત દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા હતા.આ કેસની પુછપરછમાં મહિલાએ નાઈજીરીયા ખાતે રહેતા ઈલ્ડર નામના શખ્સના કહેવાથી મુંબઈ ખાતે રહેતા ઈમાનુએલ નામના શખ્સ પાસેથી મુંબઈ વસઈ હાઈવે ખાતેછી કોકેઈનનો જથ્થો મેળવીને કડોદરા ખાતે આપવા આવતી વખતે પકડાઈ ગઈ હતી. અગાઉ તેણે આ પ્રકારે નવસારી, પલસાણા, કડોદરા અને સુરત ખાતે ૧૦થી ૧૨ વખત કોકેઈનની ડિલીવરી કરી હોવાનું જણાવ્યું હતું, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે, ડ્રગ્સ(કોકેઈન)ના જથ્થા સાથે પકડાયેલ આરોપી નાઈજીરીયન મારગ્રેટ એની એમજીબુડોમ પાસેથી મળી આવેલ નાઈજીરીયનના પાસપોર્ટ બાબતે ધ એમ્બેસેડર/વીઝા ઈસ્યુઈનીંગ ઓથોરીટી, ઈન્ડીયન એમ્બેસી, ન્યુ દિલ્હી તથા હાઈ કમિશન ઓફ ઈન્ડીયા અબુજા (નાઈઝીરીયા) તેમજ મિનિસ્ટ્રી ઓફ એક્સર્ટનલ અફેર્સ પાસેથી માહિતી મેળવી. જરૂરી ખરાઈ રીતે પ્રવાસ કરી તેમાં ઈમીગ્રેશનના ખોટા સીક્કા મારી, વિઝાની શરતોનો ભંગ કર્યા અંગેનો મારગ્રેટ એની એમજીબુડોમ તથા તપાસમાં મળી આવે તેઓ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૩૬(૨), ૩૩૬ (૩), ૩૩૮, ૩૩૯, ૩૪૦(૨),૩૪૨(૧) તથા પાસપોર્ટ અધિનિયમ-૧૯૬૭ ની કલમ-૧૨(૧) ની (૧-એ)બી તથા વિદેશીઓ સબંધી અધિનિયમ (ફોરેનર્સ એક્ટ) ૧૯૪૬ ની કલમ-૧૪(એ)(બી) મુજબ ગુનો નોંધ્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સુચના અને ડીવાયએસપી કે.ટી.કામરીયા સીધા સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કામગીરી કરી હતી.