ઔરંગાબાદમાં NIAના દરોડા: એક આતંકી પકડાયો
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગુરુવારે ISS છત્રપતિ સંભાજી નગર મોડ્યુલ કેસમાં અનેક સ્થળોએ દરોડા પાડીને એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ મહત્વપૂર્ણ સંસ્થાઓને નિશાન બનાવવાના કાવતરામાં સામેલ હતા. પકડાયેલા આરોપીની ઓળખ મોહમ્મદ જોહેબ ખાન તરીકે થઈ છે. ગઈંઅ દ્વારા મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર (અગાઉના ઔરંગાબાદ)માં નવ સ્થળોએ વિવિધ શકમંદોના ઘરો પર દરોડા પાડ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. દરોડામાં ઘણા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને કેસ સાથે સંબંધિત ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. એનઆઈએ મુંબઈ દ્વારા મોહમ્મદ ઝોહેબખાન અને તેના સહયોગીઓએ ઈંજઈંજ ખિલાફત માટે વિવિધ પ્રકારના પ્લાનિંગ કર્યા હોવાના ઇનપુટ્સના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો.
અન્ય એક ઘટના મુંબઈના પોલીસ કંટ્રોલ રૂૂમમાં શુક્રવારે આવેલા એક ધમકીભર્યા કોલથી હડકંપ મચી ગયો છે. ફોન આવ્યા બાદ તાત્કાલિક પોલીસ તપાસમાં લાગી ગઈ છે. જાણકારી મુજબ એક અજાણી વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂૂમને કોલ કરીને જણાવ્યું કે હથિયારોથી સજ્જ કેટલાક આતંકવાદી ડોંગરી વિસ્તારમાં ઘુસી આવ્યા છે અને તેમને મદદની જરૂૂર છે.આ કોલ આવતા જ પોલીસે જ્યારે તપાસ શરૂૂ કરી તો હોક્સ કોલ નીકળ્યો. પોલીસે ધમકીભર્યા કોલ કરનારા વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ નજરૂૂલ શેખ છે.