સાત રાજ્યોમાં એન.આઇ.એ. દ્વારા પડાયેલ દરોડાનો રેલો બહુચરાજી સુધી પહોંચ્યો
દેશની તપાસ એજન્સી એનઆઈએ (એનઆઇએ) દ્વારા રાષ્ટ્રવ્યાપી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેંગલુરું જેલમાં બંધ કેદીઓને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ- તૈયબા દ્વારા કટ્ટરપંથી બનાવવા અને મની ટ્રાન્સફર કેસની તપાસ હેઠળ કર્ણાટકના બેંગલુરું શહેર સહિત દેશના 7 રાજ્યોમાં 17 અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ત્યારે દિલ્હી અને કોલકત્તા બાદ આ કેસની તાપસ હવે ગુજરાતના મહેસાણા જિલ્લાના બહુચરાજી સુધી પહોંચી છે.
માહિતી મુજબ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા બહુચરાજીમાં આવેલી એસબીઆઇ બેન્ક સામેના નીલકંઠ મોબાઈલ અને મનીટ્રાન્સમાં તપાસ આદરી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા બેંગલુરુ જેલમાં બંધ કેદીઓને કટ્ટરપંથી બનાવવાના કાવતરાં અને મની ટ્રાન્સફરની તપાસ સામે એનઆઈએ દ્વારા રાષ્ટ્રવ્યાપી તપાસ કરવામાં આવી રહ્યી છે. કર્ણાટક, દિલ્હી સહિતના 7 રાજ્યોમાં 17 અલગ-અલગ સ્થળો પર એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે હવે આ તપાસનો રેલો ગુજરાતના મહેસાણાજિલ્લાના બહુચરાજી સુધી પહોંચ્યો છે. બહુચરાજીમાં આવેલ એસબીઆઇ બેન્ક સામેના નીલકંઠ મોબાઈલ અને મનીટ્રાન્સમાં એનઆઇએની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને દુકાનના સંચાલક હાર્દિક પટેલની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી.
માહિતી મુજબ એનઆઇએની ટીમ દ્વારા હાર્દિક પટેલના મોબાઈલ, લેપટોપ, રોકદ, દસ્તાવેજો અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો કબજે કરવામાં આવ્યા છે અને તપાસ હાથ ધરાઈ છે. હાર્દિક પટેલના મોબાઈલ સહિત તેના પરિવારના અન્ય સભ્યોના મોબાઇલની પણ તપાસ કરવામાં આવી રહી છે. 7 જુલાઇ, 2023 ના રોજ બેંગલુરુ પોલીસે 7 પિસ્તોલ, 4 હેન્ડ ગ્રેનેડ, 1 મેગેઝિન અને દારૂૂગોળો જપ્ત કર્યા બાદ કેસ નોંધ્યો હતો. શરૂૂઆતમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ વધુ 1ની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 6ની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જુનૈદ અહેમદની સાથે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ટી. નાસિર પણ આરોપી છે. નાસિરે બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં 5 લોકોને કટ્ટરપંથી બનાવવાનું કાવતરું રચ્યું હતું. હાલ, જુનૈદ અહેમદ ફરાર છે. એનઆઇએએ ઑક્ટોબર, 2023માં આ કેસની તપાસ શરૂૂ કરી હતી અને ત્યારબાદ જુનૈદ અહમદના ઘર સહિત અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી.