ASI આત્મહત્યા કેસમાં નવો વળાંક: IPS પૂરણના IAS પત્ની સામે FIR
મૃતક સંદીપ લાથરના પરિવારનો આત્મહત્યા કરવા મજબૂર કરાયાનો આક્ષેપ
રોહતકના સાયબર સેલમાં તૈનાત ASI સંદીપ લાથરના આત્મહત્યા કેસમાં નવો અને ગંભીર વળાંક આવ્યો છે. તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે રોહતકના સદર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે સત્તાવાર રીતે તપાસ શરૂૂ કરી દીધી છે. આ FIR માં ત્રણ લોકોનાં નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે. IAS અધિકારી અમનીત પી. કુમાર, તેમના ભાઈ અને FIR ધારાસભ્ય અમન રતન, અને ભૂતપૂર્વ IPS અધિકારી વાય. પૂરણ કુમારના ગનમેન સુશીલ. જોકે, સંદીપના પરિવારે IAS અધિકારી અમનીત પી.કુમાર સહિત ચાર લોકો વિરુદ્ધ FIR દાખલ કરી હોવાનો ઉલ્લેખ છે, જે સૂચવે છે કે તપાસનો વ્યાપ વધી શકે છે.
અહેવાલો અનુસાર, ASI સંદીપના પરિવારે આરોપ લગાવ્યો છે કે સંદીપ પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે તે માનસિક રીતે પરેશાન હતા અને આત્મહત્યા કરવા મજબૂર બન્યા. આ ઘટના બાદથી, પરિવાર ન્યાયની માંગ સાથે મૃતદેહના અંતિમ સંસ્કાર પહેલા આરોપીઓની ધરપકડની માંગ પર અડગ છે. આ મામલાએ રાજકીય રંગ પકડ્યો છે, જેમાં સંદીપ વાલ્મિકીએ વિરોધ પ્રદર્શન કરવાની ધમકી આપી છે.