રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહારાષ્ટ્રમાં નવું તિકડમ, પવારની વિરોધીઓ સાથે ડિનર ડિપ્લોમસી

11:31 AM Mar 01, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્વે રોજેરોજ રાજકીય સમિકરણો બદલાઈ રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શરદ પવાર એનસીપી અને ઉધ્ધવ શિવસેના સહિતના પક્ષોનું ગઠબંધન કાંઠે પહોંચે તે પેલા રાજકારણનાં અઠંગ ખેલાડી શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદે, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીશને પોતાના નિવાસે ભોજન માટે આમંત્રણ આપતા નવી રાજકીય આંધી ઉઠી છે.

બીજી તરફ શરદ પાવરની પાર્ટી એનસીપી શરદચંદ્ર પવારના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ગઈકાલે તેમના નિવાસસ્થાને અચાનક મુલાકાત કરતાં રાજકીય મોરચે નવા જુનીના સંકેતો જોવાઈ રહ્યાં છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા બે વર્ષથી દરરોજ કંઈક ને કંઈક થઈ રહ્યું છે. સૌથી પહેલા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહાવિકાસ આઘાડીની સરકાર પડી. આ દરમિયાન શિવસેનાના બે ભાગ પડી ગયા હતા. એકનાથ શિંદેએ ભાજપની મદદથી મુખ્યમંત્રી પદ સંભાળ્યું. લગભગ એક વર્ષ પછી, ગઈઙમાં આંતરિક વિખવાદ થયો અને અજિત પવારે પાર્ટી તોડી નાખી અને શિંદે સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.

હવે બારામતી એક કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદે અને બન્ને ઉપ મુખ્યમંત્રીઓ અમિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસને રદ પવારે ભોજનનું નિમંત્રણ આપતાં સમર્થકો અને વિરોધીઓ બન્ને ચોંકી ગયા છે.
બારામતી શહેરમાં સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાન કોલેજ કેમ્પસમાં રોજગાર મેળા ‘નમો મહારોજગાર મેળામાં ભાગ લેશે. આ તકનો લાભ લઈને શરદ પવારે તેમને આમંત્રણ મોકલ્યું છે. આશા છે કે તેમાં પણ બધા ભાગ લેશે. શરદ પવારની પાર્ટીમાં વિભાજન થયા બાદ પ્રથમ વખત તેમણે શિંદે અને બંને નાયબ મુખ્યમંત્રીઓને જાહેરમાં આમંત્રણ આપ્યું છે. ત્રણેય નેતાઓને પત્ર લખીને તેમણે કહ્યું કે, તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પ્રથમ વખત બારામતી આવી રહ્યા છે અને બારામતીમાં નમો મહારોજગાર કાર્યક્રમમાં ભાગ લેવા તેમની મુલાકાતથી હું ખૂબ જ ખુશ છું. તેથી , હું છું હું તમને ભોજન માટે આમંત્રિત કરવા માંગુ છું. હું આશા રાખું છું કે તમે આમંત્રણનો કૃપાપૂર્વક સ્વીકાર કરશો.

શરદ પવારે આ પત્ર એવા સમયે મોકલ્યો છે જ્યારે અજિત પવારે બારામતી સીટ પરથી પોતાનો ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે અજીત તેમની પત્ની સુનેત્રા પવારને અહીંથી ઉમેદવાર બનાવી શકે છે. હાલમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અહીંથી સાંસદ છે. જો કે અજિતે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આ વિસ્તારની ચૂંટણી પ્રવૃતિઓ સ્પષ્ટ સંકેત આપી રહી છે.

Tags :
diplomacyindiaindia newsMaharashtraMaharashtra news
Advertisement
Next Article
Advertisement