નવી રણનીતિ: દેશભરના ખેડૂતોને બુધવારે દિલ્હી પહોંચવા હાકલ
દિલ્હીમાં પ્રવેશવામાં નિષ્ફળ ગયેલા ખેડૂતોએ ફરી એકવાર તેમના આંદોલનની રણનીતિ તૈયાર કરી છે. 13 ફેબ્રુઆરીથી શરૂૂ થયેલી ખેડૂતોની દિલ્હી માર્ચ હરિયાણાની શંભુ સરહદથી આગળ વધી શકી નથી. આવી સ્થિતિમાં હવે ખેડૂત સંગઠનોએ તેમની માંગણીઓને લઈને નવી રણનીતિ તૈયાર કરી છે.
ખેડૂત નેતાઓ સરવન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલે દેશભરના ખેડૂતોને વિરોધ કરવા માટે 6 માર્ચે દિલ્હી પહોંચવાની અપીલ કરી હતી.આ સાથે ખેડૂત નેતાઓએ આંદોલનના સમર્થનમાં 10 માર્ચે દેશભરમાં ચાર કલાક માટે રેલ રોકો આંદોલનનું પણ આહ્વાન કર્યું છે.ખેડૂત નેતાઓએ કહ્યું કે પંજાબ અને હરિયાણાની સરહદ પર પડાવ નાખનારા ખેડૂતો 6 માર્ચે શાંતિપૂર્ણ રીતે દિલ્હી તરફ કૂચ શરૂૂ કરશે. આ સાથે તેમણે જાહેરાત કરી હતી
કે વિરોધ કરી રહેલા ખેડૂતો 10 માર્ચે બપોરે 12થી 4 વાગ્યા સુધી દેશવ્યાપી રેલ રોકો સાથે તેમનું આંદોલન ફરી શરૂૂ કરશે.
વાસ્તવમાં, પંઢેર અને દલ્લેવાલ પંજાબના બલોહ ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ તાજેતરમાં અથડામણ દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતના પૈતૃક સ્થળની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર તેમની માંગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી ખેડૂતો હાલના વિરોધ સ્થળો પર તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવશે.