અનાધિકૃત ધીરાણ, વ્યાજખોરોને કાબુમાં રાખવા આવશે નવો કાયદો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડિજિટલ લોન પરના કાર્યકારી જૂથે નવેમ્બર 2021માં પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો હતો. તેણે કહ્યું કે તેનો ઉદ્દેશ અનિયમિત ધિરાણ પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે. પ્રસ્તાવિત બિલ તે તમામ વ્યક્તિઓ અથવા સંસ્થાઓને પ્રતિબંધિત કરવા માંગે છે, જેઓ ભારતીય રિઝર્વ બેંક અથવા અન્ય નિયમનકારો દ્વારા અધિકૃત નથી અને અન્ય કોઈ કાયદા હેઠળ નોંધાયેલા નથી.
તેમ છતા જાહેર લોન આપવાની વ્યવસાયિક પ્રવૃત્તિ શરૂૂ કરી શકે. ડ્રાફ્ટ બિલ અનિયંત્રિત ધિરાણ પ્રવૃત્તિઓને લોન તરીકે વ્યાખ્યાયિત કરે છેજે નિયમનકારી ધિરાણને સંચાલિત કરતા કોઈપણ કાયદા હેઠળ આવરી લેવામાં આવતી નથી, પછી ભલે તે ડિજિટલી અથવા અન્ય માધ્યમો દ્વારા બનાવવામાં આવે.
ડ્રાફ્ટ બિલમાં કહેવામાં આવ્યું છે કે સંબંધીઓને ધિરાણ આપવા સિવાયની અનિયંત્રિત ધિરાણ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અને લેનારાઓના હિતોનું રક્ષણ કરવા માટે એક વ્યાપક સિસ્ટમ પ્રદાન કરવા માટે એક કાયદો હશે. એવી પણ દરખાસ્ત કરવામાં આવી છે કે કોઈપણ ધિરાણકર્તા જે આ કાયદાનું ઉલ્લંઘન કરીને ડિજિટલ અથવા અન્યથા લોન પ્રદાન કરે છે, તેને બે વર્ષથી ઓછી ન હોય તેવી જેલની સજા કરવામાં આવશે. જે સાત વર્ષ સુધી લંબાવી શકે છે, સાથે 2 રૂૂપિયાથી લઈને 1 લાખ રૂૂપિયા સુધીના દંડની સજા થશે. 1 કરોડ સુધી લાદવામાં આવી શકે છે. ઉપરાંત જે ધિરાણ લેનારાઓને હેરાન કરે છે અથવા લોન વસૂલવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તેમને ત્રણથી દસ વર્ષની જેલ અને દંડનો સામનો કરવો પડશે.
13 ફેબ્રુઆરી, 2025 સુધીમાં ડિજિટલ લોન સહિત ઇઞકઅ (અનિયમિત ધિરાણ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ) નામના નવા ડ્રાફ્ટ બિલ પર ટિપ્પણી કરવા માટે હિતધારકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. એવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં છેતરપિંડીવાળી લોન એપ્સ દ્વારા ઘણા નિર્દોષ ઋણ લેનારાઓ તેમના પૈસા છેતરવામાં આવ્યા છે.