11 ઓગસ્ટે સંસદમાં રજૂ થશે નવું ઇન્કમટેક્સ બિલ
1961ના કાયદાને સરળ, સુગ્રથિત બનાવવાનો હેતુ
ઈન્કમટેક્સ સિસ્ટમને લઈ દેશમાં ફરી એકવાર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદના ચોમાસુ સત્રમાં નવું ઈનકમ ટેક્સ બિલ રજૂ કરવામાં આવશે. તેની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 11 ઓગસ્ટે સંસદમાં આ બિલ રજૂ કરવાના છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરકાર આ બિલ દ્વારા હાલના ઈનકમ ટેક્સ એક્ટ, 1961માં સંપૂર્ણપણે બદલાવ કરવા જઈ રહી છે અને તેના જગ્યાએ એક નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. ટેક્સ સિસ્ટમને વધુ સરળ, ટેકનોલોજી-ફ્રેન્ડલી અને પારદર્શક (Transparent) બનાવવાની દિશામાં આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
સરકારનો ઉદ્દેશ્ય એવો ઈનકમ ટેક્સ કાયદો લાવવાનો છે જે વર્તમાન સમયની જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખે. 1961માં બનેલો કાયદો હજુ પણ દેશમાં લાગુ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ઈકોનોમી, ગ્લોબલ ઈનવેસ્ટમેન્ટ અને કરદાતાઓની પ્રોફાઇલમાં મોટો બદલાવ આવ્યો છે. આ બદલાવને ધ્યાનમાં રાખીને હવે એક નવો કાયદો જરૂૂરી બની ગયો છે.