For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતમાં આતંક મચાવવા પાક.થી હથિયાર ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ

11:07 AM Nov 22, 2025 IST | Bhumika
ભારતમાં આતંક મચાવવા પાક થી હથિયાર ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ

ભારતની સરહદમાં પંજાબમાં ડ્રોન મારફતે તુર્કી અને ચાઇનીઝ બનાવટના અત્યાધુનિક હથિયારો ઉતારી દેશના અલગ-અલગ વિસ્તારોમાં પહોંચાડાતા હતા

Advertisement

બિશ્ર્નોઇ, બંબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ ગેંગને હથિયાર પહોંચે તે પહેલાં જ 4 શંકાસ્પદ વ્યક્તિઓને હથિયારોની ખેપ સાથે ઉઠાવી લેતી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા આંતરરાષ્ટ્રીય હથિયાર દાણચોરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ રેકેટમાં સામેલ ચાર શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા કુખ્યાત ગેંગસ્ટરોને મોકલવામાં આવેલા અત્યાધુનિક હથિયારો પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર, આ માલ પંજાબ થઈને ભારત લાવવામાં આવ્યો હતો અને તે લોરેન્સ બિશ્નોઈ, બંબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ ગેંગ માટે મોકલવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા હથિયારોમાં તુર્કી અને ચીનમાં બનેલા હાઇટેક હથિયારોનો સમાવેશ થાય છે.

ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કેટલાક દાણચોરો મોટી હથિયારોની શિપમેન્ટ પહોંચાડવા માટે રાજધાનીમાં આવવાના છે. આ પછી, રોહિણી વિસ્તારમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં અત્યાધુનિક હથિયારો જપ્ત કર્યા હતા અને સમગ્ર નેટવર્કની તપાસ ચાલુ છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ પંજાબ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી શસ્ત્રોનો આ મોટો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કેટલાક દાણચોરો રાજધાનીમાં શસ્ત્રો સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યા છે. જેના પગલે ટીમે છટકું ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement