For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતમાં ચોખ્ખુ વિદેશી રોકાણ 96.5% ઘટયું

05:32 PM May 23, 2025 IST | Bhumika
ભારતમાં ચોખ્ખુ વિદેશી રોકાણ 96 5  ઘટયું

ભારતીય રિઝર્વ બેંક (RBI ) ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 માં ભારતમાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI ) 96.5% ઘટ્યું. ચોખ્ખુંFDI ફક્ત 353 મિલિયન ડોલર રહ્યું, જે FY24 માં 10 બિલિયન ડોલર હતું તેની સરખામણીમાં અત્યાર સુધીનું સૌથી નીચું છે.

Advertisement

અહેવાલ મુજબ તીવ્ર ઘટાડો મુખ્યત્વે ઈંઙઘ માર્કેટમાં તેજીને કારણે થયો હતો, જેના કારણે આલ્ફા વેવ ગ્લોબલ અને પાર્ટનર્સ ગ્રુપ જેવા લાંબા ગાળાના વિદેશી રોકાણકારો હ્યુન્ડાઇ મોટર અને સ્વિગી જેવી કંપનીઓમાં હિસ્સાના વેચાણમાંથી અબજો ડોલરના વળતર સાથે બહાર નીકળી શક્યા.

RBI એ જણાવ્યું હતું કે ભારતીય કંપનીઓ દ્વારા બાહ્ય રોકાણમાં વધારો અને વિદેશી રોકાણકારો દ્વારા વધુ પરત મોકલવામાં આવતા ચોખ્ખુંFDI ઘટ્યું હતું. FY25 માં રિપેટ્રિએટેડ ફંડ્સ 49 બિલિયન ડોલરને સ્પર્શ્યું હતું, જે પાછલા વર્ષના 41 બિલિયનથી વધુ હતું. ભારતીય કંપનીઓએ વિદેશમાં પણ ભારે રોકાણ કર્યું છે, જેમાં FY24 માં 17 બિલિયન ડોલરથી વધુ 29 બિલિયન ડોલરનો ખર્ચ થયો છે.આ ભારતીય વ્યવસાયોમાં વૈશ્વિક સપ્લાય ચેઇન અને આંતરરાષ્ટ્રીય તકોનો લાભ લેવા માટે વધતી જતી રુચિ દર્શાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement