For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

NEET-UGની પરીક્ષા ફરી નહીં લેવાય, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો

05:24 PM Jul 23, 2024 IST | Bhumika
neet ugની પરીક્ષા ફરી નહીં લેવાય  સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો
Advertisement

NEET UG-2024 પરીક્ષા કેસમાં સુપ્રીમ કોર્ટ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, નીટ પીજીને પરીક્ષા ફરી લેવાશે નહીં. નિર્ણય વાંચતી વખતે CJI DY ચંદ્રચુડે કહ્યું કે કેન્દ્ર સરકાર અને NTAએ તેમના મંતવ્યો રજૂ કર્યા. સીબીઆઈના એડિશનલ ડિરેક્ટરે પણ કોર્ટને મદદ કરી હતી. CJIએ કહ્યું કે આ બાબત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને અસર કરશે.

તેમણે કહ્યું કે અમારું નિષ્કર્ષ એ છે કે પેપર લીક હજારીબાગમાં થયું અને પટના સુધી ગયું. આદેશ વાંચતી વખતે તેમણે કહ્યું કે સીબીઆઈએ કહ્યું છે કે અત્યાર સુધીમાં હજારીબાગ અને પટનાના 155 વિદ્યાર્થીઓ લાભાર્થી તરીકે પ્રકાશમાં આવ્યા છે. CJIએ કહ્યું કે હજુ તપાસ અધૂરી છે. અમે કેન્દ્ર પાસેથી જવાબ પણ માંગ્યો હતો કે 4750 કેન્દ્રોમાંથી ક્યાં ગેરરીતિ થઈ છે. આઈઆઈટી મદ્રાસે પણ આ બાબતની સમીક્ષા કરી હતી. અત્યાર સુધીની ઉપલબ્ધ સામગ્રીના આધારે એવું કહી શકાય નહીં કે પરીક્ષાની પવિત્રતા સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે.

Advertisement

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ વર્ષના પરિણામોની સરખામણી છેલ્લા 3 વર્ષના આંકડા સાથે પણ કરી છે. આમાં પણ વ્યાપક વિક્ષેપ જણાયો ન હતો. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ખોટી પધ્ધતિઓ અપનાવનાર કોઈ પણ વિદ્યાર્થી ભવિષ્યમાં લાભ લઈ શકશે નહીં કે પ્રવેશ મેળવી શકશે નહીં.તેમણે કહ્યું કે અમે માનીએ છીએ કે પુનઃપરીક્ષાથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ પર પ્રતિકૂળ અસર પડશે. શૈક્ષણિક સત્ર ખોરવાઈ જશે, અભ્યાસમાં વિલંબ થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વિદ્યાર્થીઓને ફાંસી પર ન રાખી શકીએ. તેથી અમારે આજે જ સુનાવણી પૂરી કરવી પડશે. એસજીએ કહ્યું કે હું ચર્ચા માટે 20-25 મિનિટથી વધુ સમય નહીં લઉં. કેન્દ્ર અને NTA વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા દલીલો રજૂ કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement