NEET PG પરીક્ષા 3 ઓગસ્ટે એક જ શિફટમાં લેવાશે
સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ને 3 ઓગસ્ટ, 2025 ના રોજ NEET PG (પોસ્ટ ગ્રેજ્યુએટ) પરીક્ષા યોજવા માટે મુદત લંબાવી હતી. શરૂૂઆતમાં આ પરીક્ષા 15 જૂન, 2025 ના રોજ યોજાવાની હતી.જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે આ સંદર્ભમાં NBEને વધુ કોઈ મુદત લંબાવવામાં આવશે નહીં.
પારદર્શકતા અને સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે એક જ શિફ્ટમાં પરીક્ષા લેવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ એ સોમવારેNEET-PG 2025 પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.બોર્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે મુલતવી રાખવાનો હેતુ પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારવા અને ન્યાયીતા અને સુરક્ષા માટે કોર્ટના ધોરણોને પૂર્ણ કરવા માટે જરૂૂરી માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવાનો હતો.
NBEMS ના આદેશમાં લખ્યું છે કે, NBEMS એક જ શિફ્ટમાં NEET-PG 2025નું આયોજન કરશે. 15.06.2025 ના રોજ યોજાનારી NEET-PG 2025, વધુ પરીક્ષા કેન્દ્રો અને જરૂૂરી માળખાગત સુવિધાઓની વ્યવસ્થા કરવા માટે મુલતવી રાખવામાં આવી છે. NEET-PG 2025 ના આયોજન માટેની સુધારેલી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.