ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નીરજ ચોપરા-મનુ ભાકરના લગ્નની વાત માત્ર અફવા

12:18 PM Aug 14, 2024 IST | admin
Advertisement

મનુની ઉંમર હજુ નાની, લગ્ન અંગે વિચાર્યુ પણ નથી, રામકિશન ભાકરનું નિવેદન

Advertisement

છેલ્લા કેટલાક દિવસથી ભારતના ફેમસ જેવલિન થ્રોઅર નીરજ ચોપડા અને શૂટર મનુ ભાકરના લગ્ન થવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ બંને પેરિસ ઓલમ્પિકની કલોઝિંગ સેરેમની પહેલા ખૂબ સમય સુધી વાતચિત કરતા નજરે પડ્યા હતા. આ સિવાય નીરજ અને મનું ભાકરની માતાનો પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ચોપડા સાથે વાત કરી રહ્યા હતા. આથી તે અફવાહોએ જોર પકડ્યું હતું કે, મનું ભાકર અને નીરજના લગ્ન થવા જઈ રહ્યા છે.

આ ચર્ચા પર મનુ ભાકરના પિતા રામકિશન ભાકરનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. રામકિશને આ બંનેના લગ્નની ખબરને નકારી કાઢી છે. તેને અફવાહ ગણાવી છે. રામકિશન ભાકરે કહ્યું કે, મનુની ઉંમર હજુ નાની છે, તેના લગ્ન વિશે અમે અત્યારે વિચાર્યું પણ નથી. મનુની માતા નીરજને પોતાના પુત્ર જેવો ગણે છે. ઉલ્લેખનીય છે કે, મનુની માતાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે નીરજના માથા પર હાથ રાખીને કશુંક કહી રહી હતી.

Tags :
indiaindia newsmanubhakharnirajchopra
Advertisement
Next Article
Advertisement