For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

NBFCની NPA 50 હજાર કરોડ: નાના માણસોની મોટી મુશ્કેલી

06:01 PM Feb 27, 2025 IST | Bhumika
nbfcની npa 50 હજાર કરોડ  નાના માણસોની મોટી મુશ્કેલી

સમાજનો એક મોટો વર્ગ લોન અને દેવાની જાળમાં ફસાઈ રહ્યો છે. જો બેંકો પાસેથી લોન ઉપલબ્ધ ન હોય તો લોકો NBFCતરફ વળે છે. માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ લોન મેળવવાનું સૌથી મોટું માધ્યમ છે. આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ લોન અને સરળ ક્રેડિટ સુવિધાના કારણે લાખો લોકોએ વધારે વિચાર્યા વગર લોન લીધી છે. પરંતુ હવે જ્યારે લોન ચૂકવવાની વાત આવે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ડિફોલ્ટર બની રહ્યા છે. આની સીધી અસર NBFCs પર પડી છે, જેના કારણે NBFC સેક્ટરની NPA સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગઈ છે.

Advertisement

ડિસેમ્બર સુધીના ડેટા અનુસાર ગઇઋઈને લગભગ 50,000 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે. એનપીએમાં રૂૂ. 50000 કરોડનો વધારો થયો છે. ડિસેમ્બર સુધીમાં, માઇક્રોફાઇનાન્સ સેક્ટરમાં NPA એટલે કે નોન-પર્ફોર્મિંગ એસેટ્સ વધીને 50,000 કરોડ રૂૂપિયા થઈ ગઈ છે. આ તેનું રેકોર્ડ ઉચ્ચ સ્તર છે અને અત્યાર સુધી જારી કરાયેલી લોનના 13% છે. NPA એટલે કે જેઓ લોન લઈને તેને ચૂકવવામાં સક્ષમ નથી.

આ સિવાય પણ ઘણી એવી લોન છે જે હવે NPA બનવાના આરે છે. તેમનો આંકડો પણ વધીને 3.2% થયો છે. એક વર્ષ પહેલા તે માત્ર 1% હતો અને હવે તે અઢી ગણો વધી ગયો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકોની તેમની લોન ચૂકવવાની ક્ષમતા નબળી પડી રહી છે.ગઙઅનો આ અંદાજ ક્રેડિટ બ્યુરો ઈશિર ઇંશલવ ખફસિના ડેટા પર આધારિત છે. આ બ્યુરો સંપૂર્ણ NPA ડેટા જાહેર કરતું નથી પરંતુ વિવિધ પ્રકારની લોન માટેના જોખમનું મૂલ્યાંકન કરે છે અને અંદાજ આપે છે. ઈશિર મુજબ, 31 ડિસેમ્બર સુધીમાં, 91 થી 180 દિવસની બાકી લોન 3.3% હતી. 180 દિવસથી વધુની બાકી લોન 9.7% હતી. મતલબ કે 90 દિવસ પછી પણ લોકોએ લોનની ચુકવણી કરી નથી.

Advertisement

ઘણી ફિનટેક કંપનીઓ અને NBFCખૂબ દસ્તાવેજો વિના તાત્કાલિક લોન આપી રહી હતી પરંતુ રોગચાળા પછી, ઘણા લોકોને હજુ પણ સ્થિર આવક મળી રહી નથી, જેના કારણે લોનની ચૂકવણી કરવી મુશ્કેલ બની હતી વળી દૈનિક જરૂૂરિયાતો પર ખર્ચ વધી ગયો છે, જેના કારણે લોકો સમયસર ઊખઈં ચૂકવી શકતા નથી.એ ઉપરાંત ઘણા લોકો કોઈપણ જરૂૂરિયાત વિના લોન લેતા હતા અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા ન હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement