For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોકારોના જંગલમાં એક કરોડનો ઈનામી નકસલી સાહેબ રામ માંઝી ઠાર મરાયો

04:43 PM Apr 26, 2025 IST | Bhumika
બોકારોના જંગલમાં એક કરોડનો ઈનામી નકસલી સાહેબ રામ માંઝી ઠાર મરાયો

Advertisement

બોકારો જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 કરોડ રૂૂપિયાનું ઇનામ ધરાવતો નક્સલી ઠાર મરાયો હતો. ઓપરેશન ડાકાબેડામાં, બહાદુર સુરક્ષા દળના જવાનો અને અધિકારીઓએ નક્સલીઓ તરફથી થતી ગોળીઓના વરસાદથી પોતાને બચાવવા માટે 1858 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. ગોળીબાર પહેલા નક્સલવાદીઓ તરફથી શરૂૂ થયો. મોટા પથ્થરો પાછળ છુપાયેલા નક્સલવાદીઓ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા હતા. નક્સલીઓએ સુરક્ષા દળો પર 1500 થી વધુ ગોળીઓ ચલાવી હતી.

જવાબમાં, સુરક્ષા દળોએ લગભગ 45AK-47 રાઈફલ, એક LMG અને લગભગ અડધો ડઝન INSAS રાઈફલનો ઉપયોગ કરીને નક્સલવાદીઓ પર ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ તેમના પર હેન્ડગ્રેનેડ પણ ફેંક્યો. તેમના પર ચાર UBGL શેલ પણ છોડવામાં આવ્યા હતા.

Advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર, નક્સલી પ્રયાગ, જેના માથા પર 1 કરોડ રૂૂપિયાનું ઇનામ હતું, તેના સાથી સાહેબ રામ માંઝી સાથે, CRPF ટીમના ડેપ્યુટી કમાન્ડન્ટ અંજની અને સુરક્ષા દળોની ટીમનું નેતૃત્વ કરી રહેલા તેમના સાથીદારોની ગોળીઓથી પહેલા માર્યા ગયા હતા. જ્યારે, સાહેબ રામ પાસે INSAS રાઇફલ હતી. નક્સલી અરવિંદ યાદવ ઉર્ફે અવિનાશ, જેના પર 25,000 રૂૂપિયાનું ઈનામ હતું, તેણે જકછ લઈ લીધો હતો. માર્યા ગયેલા બે મહિલા નક્સલીઓ પાસેથી એક INSAS રાઇફલ મળી આવી હતી. આ હુમલામાં 8 નક્સલીઓ માર્યા ગયા હતા અને બાકીના ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.પોલીસે 10 ફરાર નક્સલીઓની ઓળખ કરી છે. પોલીસે 8 મૃતકો અને 10 ફરાર નક્સલીઓ વિરુદ્ધ FIR નોંધી છે અરવિંદ, સાહેબ રામ, ગંગા રામ, મહેશ, તાલો દી, મહેશ માંઝી અને રંજુ માંઝી માર્યા ગયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement