For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુ.પી.માં નવાજૂનીના એંધાણ, દિલ્હીમાં ભાજપ નેતાઓની હલચલ

05:52 PM Jul 17, 2024 IST | Bhumika
યુ પી માં નવાજૂનીના એંધાણ  દિલ્હીમાં ભાજપ નેતાઓની હલચલ
Advertisement

નાયબ મુખ્યમંત્રી મોર્ય જે.પી.નડ્ડાને મળ્યા, પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન સાથે બેઠક કરતા રાજકીય ગરમાવો

ઉત્તર પ્રદેશની રાજનીતિ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બની છે. ભાજપના સંગઠન અને સરકારમાં પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે. પાર્ટીના કેટલાક ચહેરા બદલાઈ શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પક્ષના બંને નેતાઓ કેશવ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરીને અલગ-અલગ મળ્યા હતાં. જ્યારે ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરતાં રાજકારણ ગરમાયું છે.

Advertisement

આ બેઠક બાદ માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ ઉત્તર પ્રદેશના સંગઠનમાં ઘણા ફેરફાર કરી શકે છે. જો કે, મળતી માહિતી મુજબ આ ફેરફારો માત્ર આંશિક હશે અને વિધાનસભા પેટાચૂંટણી પછી થશે.આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ નિવેદન આપ્યું કે, સરકાર કરતા સંગઠન મોટું છે. કાર્યકરોનુંદર્દ મારું દર્દ છે. સંગઠનથી મોટું કોઈ નથી. કાર્યકર એ ગૌરવ છે આ નિવેદનને કારણે છેલ્લા 3 દિવસથી રાજકીય ઉત્તેજના સર્જાઈ છે.

ડેપ્યુટી ઈખ કેશવ પ્રસાદ મૌર્યને દિલ્હી બોલાવ્યા બાદ પણ તેઓ પોતાના આ શબ્દો પર અડગ છે. તેમણે ફરી એ વાત પર ભાર મૂક્યો હતો. ખાસ વાત એ છે કે સીએમ યોગી આદિત્યનાથની બેઠક પહેલા આ નિવેદન ફરી મીડિયા પ્લેટફોર્મ પર આવ્યું છે.

બેઠકમાં દરેકને એવા નિવેદનોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે જેનાથી જનતામાં ખોટો સંદેશ જાય. કેન્દ્ર અને રાજ્ય સરકારોનું સમગ્ર ધ્યાન પેટાચૂંટણી પર છે. સંગઠનમાં ભાવિ ફેરફારોને ધ્યાનમાં રાખીને જે.પી.નડ્ડાએ કેશવ પ્રસાદ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરીને અલગ-અલગ મળ્યા હતા. તેમની પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે જે ભવિષ્યમાં પાર્ટી માટે વધુ સારો વિકલ્પ હશે. ભાજપના સંગઠનમાં આંશિક પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે. સંસ્થાના કેટલાક ચહેરાઓ બદલાઈ શકે છે. તેમની જગ્યાએ કેટલાક નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. જેમનું પર્ફોર્મન્સ બહુ સારું રહ્યું નથી તેમને પહેલા કાઢી નાખવામાં આવે તેવી શક્યતા છે. એકંદરે પેટાચૂંટણી સુધી સંગઠનમાં કોઈ મોટા ફેરફારો કરવા મુશ્કેલ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીઓની બેઠક બોલાવી છે. આ બેઠક આજે બુધવારે સીએમ યોગીના નિવાસસ્થાને યોજાઈ રહી છે. આ બેઠક માટે મંત્રીઓ સીએમ આવાસ પર પહોંચવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ, બુધવારે યોજાનારી આ બેઠકમાં આગામી પેટાચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. યુપીમાં 10 સીટો પર વિધાનસભા પેટાચૂંટણી યોજાવાની છે.

100 ધારાસભ્ય લાવો, મુખ્યમંત્રી બનાવીશું, અખિલેશ યાદવની કેશવ મોર્યને ખુલ્લી ઓફર
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને ખુલ્લી ઓફર કરી છે. તેમણે કહ્યું કે બિહારની ઘટનાનું ઉત્તર પ્રદેશમાં પુનરાવર્તન થવું જોઈએ. તમારી સાથે 100 ધારાસભ્યો લાવો, સમાજવાદી પાર્ટી તમને મુખ્યમંત્રી બનાવશે. અખિલેશ યાદવે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. અખિલેશ યાદવે કહ્યું કે જે બિહારમાં થયું તે યુપીમાં પણ થઈ શકે છે. ભાજપની અંદર બધું સારું નથી પર ચર્ચાઓ ચાલુ છે. ઘણા ધારાસભ્યોએ ખુલ્લેઆમ નિવેદનો આપ્યા છે. આવી સ્થિતિમાં વિપક્ષ પણ ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement