For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેવીનો સપાટો, જહાજમાં ઘૂસી ચાંચિયાઓની ચુંગાલમાંથી 20 વિદેશી બંધકોને છોડાવ્યા

11:48 AM Feb 03, 2024 IST | Bhumika
નેવીનો સપાટો  જહાજમાં ઘૂસી ચાંચિયાઓની ચુંગાલમાંથી 20 વિદેશી બંધકોને છોડાવ્યા

ઈન્ડિયન નેવીને એમને એમ જ નથી કહેતા હિંદ મહાસાગરની રક્ષક. તેના સાહસ અને દમને કારણે જ દુશ્મન નથી કરી શકતો આપણાં પર નજર. તે સમુદ્રમાં એક પછી એક ઓપરેશન કરીને વિશ્વના વિવિધ દેશોના જહાજો અને ક્રૂ સભ્યોને બચાવવામાં સતત વ્યસ્ત છે. ભારતીય નૌકાદળે આજે સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા ઈરાની જહાજને બચાવી લીધું છે. જહાજમાં સવાર 11 ઈરાની અને 8 પાકિસ્તાની ક્રૂ મેમ્બરના જીવ પણ બચાવ્યા. આ ઓપરેશન નેવીના આઈએનએસ શારદા દ્વારા કરવામાં આવ્યું હતું અને 11 સોમાલિયન ચાંચિયાઓને ઝડપી લીધા હતા.

Advertisement

ભારતીય નૌકાદળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હિંદ મહાસાગરમાં પેટ્રોલિંગ કરી રહેલા યુદ્ધ જહાજ ઈંગજ શારદાને સોમાલિયાના દરિયાકાંઠે ઈરાની જહાજ ઋટ ઘળફશિના અપહરણની માહિતી મળી હતી. આ પછી યુદ્ધ જહાજને સોમાલિયાના તટ તરફ મોકલવામાં આવ્યું હતું. યુદ્ધ જહાજ પર તૈનાત કમાન્ડરોએ અપહરણ કરાયેલા જહાજને જોયો કે તરત જ સોમાલિયન ચાંચિયાઓને આત્મસમર્પણ કરવા દબાણ કરવા ચેતવણીના ગોળીબાર કરવામાં આવ્યા, પરંતુ જ્યારે ચાંચિયાઓએ શરણાગતિ સ્વીકારી નહીં, ત્યારે નાની ઝડપી બોટ દરિયામાં ઉતારવામાં આવી અને માર્કોસ કમાન્ડોને બચાવ માટે મોકલવામાં આવ્યા હતા.

માર્કોસ કમાન્ડો તેમની બોટમાં એફવી ઓમારી પહોંચ્યા અને પછી ઉપર ચઢ્યા. આ સમય દરમિયાન, ભારતીય નૌકાદળનું ગનશીપ હેલિકોપ્ટર કમાન્ડોને બેકઅપ ફાયર આપવા માટે અપહરણ કરાયેલા જહાજ પર સતત ફરતું હતું. આ ઉપરાંત નૌકાદળના યુદ્ધ જહાજ ઈંગજ શારદાની હેવી મશીનગનને પણ ચાંચિયાઓના જહાજ તરફ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement