For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંધીના કારણે નવરાત્રીનું સ્ટેજ તૂટી પડ્યું, 3નાં મોત, 15 ઘવાયા

11:16 AM Oct 07, 2024 IST | Bhumika
આંધીના કારણે નવરાત્રીનું સ્ટેજ તૂટી પડ્યું  3નાં મોત  15 ઘવાયા
Advertisement

પંજાબના લુધિયાણાની ઘટના

પંજાબમાં નવરાત્રિના અવસર પર આયોજિત જાગરણમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. જાગરણના કાર્યક્રમ દરમ્યાન આંધી આવવાને કારણે લાઇટ માટે લગાવાયેલું લોખંડનું સ્ટેન્ડ તૂટી પડ્યું હતું.. જેની નીચે દબાઇ જવાથી બે મહિલા સહિત 3ના મોત થયા. નવરાત્રિના અવસર પર માતાના ભક્તો ભજન ગાઈ રહ્યા હતા, તે વખતે આ ભયાનક દુર્ઘટના બની. શનિવારે મોડી રાત્રે પંજાબના લુધિયાણામાં દેવી જાગરણ માટે પંડાલ લગાવવામાં આવ્યો હતો, જાગરણ દરમિયાન સ્ટેજ પર લાઇટ માટે લગાવવામાં આવેલું લોખંડનું મોટુ સ્ટેન્ડ તૂટી પડ્યું, અને સ્ટેન્ડ નીચે દબાઇ જવાથી 3ના મોત થયા અને 15થી વધુ લોકો ઘાયલ થયા.

Advertisement

જાગરણ દરમિયાન બનેલી આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે જાગરણમાં ગાઈ રહેલી મહિલા સિંગર અને આયોજકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે. સાથે જાગરણનો સાધન-સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રાતે અંદાજે 2 વાગ્યાની આસપાસ આંધિ બાદ લોકો ઊભા થઈને ઘરે જવા લાગ્યા હતા, પરંતુ આયોજક અને સિંગર દ્વારા લોકોને કહેવામાં આવ્યું કે કોઈ નુકસાન થશે નહીં અને બેસી જાવ.

આંધી હળવી હતી, પરંતુ થોડીવારમાં તે વધુ તેજ થઈ. આંધિ જોરથી આવી અને લાઇટ માટેનું સ્ટેન્ડ તૂટી ગયું અને ત્યાં બેઠેલા દર્શકો પર તૂટી પડ્યું. જેના કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ અને લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા. આ દરમ્યાન લોખંડના સ્ટેન્ડ નીચે દબાઈને 3 લોકોના મોત થયા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા. પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ કરતા પહેલા સુરક્ષાને લઈને કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement