For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવરાત્રિમાં મંગલ મંગલ, 375 વસ્તુઓ થઈ સસ્તી

10:57 AM Sep 22, 2025 IST | Bhumika
નવરાત્રિમાં મંગલ મંગલ  375 વસ્તુઓ થઈ સસ્તી

જીએટીના નવા દરોનો અમલ, મધ્યમવર્ગને બે લાખ કરોડની બચત થવાની આશા

Advertisement

દૂધ આધારિત પીણા, બિસ્કીટ, અનાજ, નાસ્તો, શેમ્પુ, હોટ ઓઈલ, સાબુ જેવી દૈનિક વપરાશની ચીજોમાં રાહત

નવરાત્રિની શરૂૂઆત સાથે સરકારે જાહેર કરેલી અનેક આવશ્યક ચીજવસ્તુઓ પરના GST દરોમાં ઘટાડો આજથી, 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી ગયો છે. રોજિંદા વસ્તુઓથી લઈને વાહનો અને અન્ય ચીજવસ્તુઓ સુધી, સોમવારથી ભાવ સસ્તા થયા છે. ગ્રાહકોને તેનો સીધો ફાયદો થશે. GST સુધારાના ભાગ રૂૂપે, સરકારે હવે ચારને બદલે ફક્ત બે GST સ્લેબ - 5% અને 18% - રજૂ કર્યા છે. 40% નો એક અલગ નવો ટેક્સ બ્રેકેટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે અતિ-લક્ઝરી વસ્તુઓ અથવા વસ્તુઓ પર લાગુ કરવામાં આવ્યો છે. વડાપ્રધાને કુલ 375 વસ્તુઓ પરનો જીએસટી ઘટ્યાની જાહેરાત કરતાં આ ચીજો આ જથ્થા સસ્તી થઈ છે.

Advertisement

અનાજ, દવાઓ અને રોજિંદા જીવનજરૂૂરી ચીજવસ્તુઓ જેવી કે ખાદ્ય પદાર્થો પર 5% ના ઓછા દરે કર લાગશે, જેનાથી પરિવારો માટે પોષણક્ષમતા સુનિશ્ચિત થશે. દરમિયાન, 12% કર દર દૂર કરવાથી ઘણી મધ્યમ શ્રેણીની વસ્તુઓ સસ્તી થઈ છે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને સીધી રાહત મળશે. નાણામંત્રી માને છે કે સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા GST સુધારાઓ કરના બોજમાં નોંધપાત્ર ઘટાડો કરશે. એવો અંદાજ છે કે આના પરિણામે દેશના નાગરિકો માટે આશરે ₹2 લાખ કરોડની બચત થશે.

હવે, દૂધ આધારિત પીણાં, બિસ્કિટ, માખણ, અનાજ, સૂકા ફળો, ફળોના રસ, ઘી, આઈસ્ક્રીમ, જામ, કેચઅપ, નાસ્તો, ચીઝ, પેસ્ટ્રી, સોસેજ અને નારિયેળ પાણી જેવી રોજિંદા ખાદ્ય પદાર્થો પર પહેલા કરતા ઓછા GST દરે કર લાગશે. આનાથી સામાન્ય માણસના રસોડાના ખર્ચમાં ઘટાડો થશે.

પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં શેમ્પૂ, સાબુ, હેર ઓઇલ, શેવિંગ ક્રીમ, ટેલ્કમ પાવડર અને ફેસ ક્રીમ જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓ હવે તેના પરના કર ઘટાડાને કારણે સસ્તી થશે. જ્યારે ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં એસી, વોશિંગ મશીન, ટીવી અને ડીશવોશર જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પણ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે. નવા GST દરોને કારણે આ ઉત્પાદનો પરનો કર ઘટાડવામાં આવ્યો છે.

સરકારે ઘણી આવશ્યક દવાઓ અને તબીબી ઉપકરણો પરનો GST દર ઘટાડીને માત્ર 5% કર્યો છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેમના ખછઙ (મહત્તમ છૂટક કિંમતો) માં સુધારો કરવા અને ગ્રાહકોને સંપૂર્ણ લાભ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જ્યારે સેવા ક્ષેત્રમાં સલૂન, વાળંદની દુકાન, જીમ, ફિટનેસ સેન્ટર અને યોગ સેવાઓ પર પણ હવે ઓછો GST વસૂલવામાં આવશે. આનાથી આ સેવાઓનો ઉપયોગ કરનારાઓ પરનો ભાર ઓછો થશે.

નવરાત્રિની શુભેચ્છાઓ સાથે મોદીએ બચત મહોત્સવનાં અભિનંદન પાઠવ્યા

આજથી નવરાત્રીની શરૂૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું, નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ! શક્તિ, ભક્તિ અને આનંદનું આ પાવન પર્વ આપ સૌના જીવનમાં નવો ઉમંગ, ઉત્સાહ અને સુખ સમૃદ્ધિ લાવે એવી મા અંબા પાસે પ્રાર્થના ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને ગઈકાલે 19 મિનિટનાં પ્રવચનમાં આગામી પેઢીના જીએસટી સુધારાઓનું સ્વાગત કરી નાગરિકોને બચત મહોત્સવ તરીકે અભિનંદન આપ્યા હતાં. તેમણે આજે સોશિયલ મીડિયા પોસ્ઠમાં જણાવ્યું હતું કે જીએસટી બચત સામે સ્વદેશીના મંત્રને આ દરમિયાન નવી ઉર્જા મળશે. હિમાલય પર્વત પર જન્મ લીધા હોવાથી તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે.

માતા શૈલપુત્રીને સાહસ, સ્થિરતા અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. તેમને ઉમા, હેમવતી અને વૃષારૂૂઢા જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ તેમની આરાધના કરવાથી સુખ-સમૃદ્ધિ અને સારા ભાગ્યનો આશીર્વાદ મળે છે. નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું શૈલ પુત્રી રૂૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂૂપ શૈલપુત્રી. જે પાર્વતી તેમજ હેમવતી રૂૂપે પણ પ્રસિદ્ધ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement