બેંકમાં નવી નીતિઓનાં વિરોધમાં બુધવારે દેશવ્યાપી હડતાળ
ખાનગીકરણ, ભરતી સહિતના પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવતા એલાન: ગુજરાતના 10000 કર્મચારીઓ જોડાશે: કરોડોના વ્યવહારને અસર થશે
દેશની તમામ મુખ્ય કેન્દ્રીય શ્રમિક સંગઠન નો સંયુક્ત મંચ દ્વારા 9 જુલાઈ 2025ના રોજ સમગ્ર દેશમાં હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની કામદારો વિરોધી, જનવિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓના વિરોધરૂૂપે આ હડતાળનું આયોજન કરાયું છે. બેંકોમાં પર્યાપ્ત માત્રામાં ભરતી કરવી રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓની સંખ્યામાં વધારો સહીતના પ્રશ્ને આંદોલનની જાહેરાત કરાઇ છે.
બેંકોના વ્યાપાર વધે છે અને દરેક બેંકના નફામાં પ્રતિવર્ષ વૃદ્ધિ થાય છે. બેંકો ઉપર સરકારી યોજનાઓ નો અમલ કરવાનું પણ દબાણ છે. આની સામે કર્મચારીઓની સંખ્યા વધવાને બદલે ઘટતી જાય છે, તેની સામે ખાનગી બેંકો મા ઓછી શાખાઓ હોવા છતાં કર્મચારીઓ ની સંખ્યા વધતી જાય છે. બેંકોનું ખાનગીકરણ નહીં કરવું અને બેંકો મા સરકારી હિસ્સા નું વિનિવેષ નહીં કરવાની પણ માંગ છે તેમજ ખાનગી બેંકો નું રાષ્ટ્રીયકરણ કરવાની પણ માંગ છે. સારી સેવાઓ પુરી પાડવા બેંકો મા ક્લાર્ક/પટાવાળા ની ભરતી અત્યંત જરૂૂરી છે. કઈંઈ અને વીમા ક્ષેત્રે સીધા મૂડીરોકાણ ની 100 ટકા છૂટ આપવાનો વિરોધ કરીએ છીએ. ચાર સામાન્ય વીમા કંપનીને એક કરવાની માંગ છે. ખાનગી વિમા કંપનીને પ્રોત્સાહન આપવાની સરકારની માંગનો વિરોધ કરીએ છીએ. ગુજરાતના લગભગ દસ હજાર બેંક કર્મચારીઓ અધિકારીઓ આ હડતાલ મા જોડાશે.
ગુજરાત બેંક વર્કસ યુનિયને જણાવ્યું છે કે કામદારોના હિતો સામે આવેલા ચાર શ્રમ કાયદાઓને પાછા ખેંચવા અને પૂર્વવત શ્રમ કાયદાઓ સાથે મજબૂત સુરક્ષા પૂરી પાડવી. આવશ્યક વસ્તુઓની ઊંચી કિંમતો નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં અનિવાર્ય છે. બધા કામદારો માટે દર મહિને રૂૂ. 26,000 ની લઘુતમ વેતન સુનિશ્ચિત કરવું અને 10000 પ્રતિમાસ સંગઠીત અને બિનસંગઠીત કરારી કામદારો/ કર્મચારીઓ અને ખેત કામદારો સામાજિક સુરક્ષા નો લાભ. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સર્વવ્યાપી સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી. ઇલેક્ટ્રોનિક્સ. શિક્ષણ,તબીબી, રેલ્વે, ડિફેન્સ, જેવી પબ્લિક સેવાઓ વગેરે રાષ્ટ્રીય સંપત્તિના ખાનગીકરણ પર રોક લગાવવી અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું સંરક્ષણ, બધા માટે નોકરી ની સુરક્ષા ની ખાતરી મનરેગા મા 200 દિવસ કામ અને 600 દૈનિક વેતન અને બાકી વેતન ની ચૂકવણી સરકારના વિભાગોમાં ખાલી પડેલા તમામ પદોને તાત્કાલિક ભરવા યુવાનોમાં વધી રહેલી બેરોજગારી સામે ત્વરિત અને મજબૂત કાર્યવાહી કરવી. જાહેરક્ષેત્ર માં વધતી જતી આઉટસોર્સિંગ પ્રથા નાબૂત કરવી. આ હડતાલમાં INTUC, AITUC, CITU, HMS, AIUTUC, TUCC, SEWA, LPF, UTUC સહીત તમામ મુખ્ય શ્રમિક સંઘટનો અને વિવિધ ક્ષેત્રની સ્વતંત્ર ફેડરેશનો જોડાવાના છે.