For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે તબીબોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, ઇમરજન્સી સિવાયની સેવા બંધ

11:14 AM Aug 16, 2024 IST | admin
કાલે તબીબોની રાષ્ટ્રવ્યાપી હડતાળ  ઇમરજન્સી સિવાયની સેવા બંધ

કોલકાતાની લેડી ડોક્ટર ઉપર આચરાયેલા હેવાનિયતના વિરોધમાં ઈંખઅ દ્વારા શનિવારે 24 ક્લાક મેડિક્લ સેવા બંધનું એલાન

Advertisement

સરકારી હોસ્પિટલોના જુનિયર તબીબો આજથી જ બેમુદતી હડતાળ પર ઉતરી જતા અફરા તફરી

કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોકટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આ મામલે ગુજરાતમાં ઘેરા પડઘાઓ પડ્યા છે અને આવતીકાલે રાજકોટ સહિત રાષ્ટ્રવ્યાપી ખાનગી તબીબો એક દિવસની હડતાલની જાહેરાત કરી છે. ઇમરજન્સી સિવાયની ખાનગી હોસ્પિટલની તમામ સેવાઓ આવતીકાલે બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. ઉપરાંત આજથી દેશભરની સરકારી હોસ્પિટલના જુનિયર તબીબો બે મુદતી હડતાલ ઉપર ઉતરી જતા દેશભરમાં ભારે અફરા તફરી ઉભી થઇ છે.

Advertisement

ઇન્ડિયન મેડિક્લ એસોસિએશનના પ્રમુખ ડો.કાંત જોગાણીએ ‘ગુજરાત મિરર’સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, આવતીકાલે ખાનગી હોસ્પિટલના તબીબોની રાષ્ટ્રવ્યાપી એકદિવસ હડતાલ ઉપર જશે અને ક્લકાતામાં બનેલી ઘટના અંગે વિરોધ કરી જુનીયર તબીબો કે જેઓ આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. તે વિરોધ પ્રદર્શને સમર્થન આપશે. કોલકતાની ઘટનાનું વિરોધ કરી રહેલા તબીબો ઉપર પણ હુમલો થતા આ મામલો વધુ ગરમાયો છે અને સરકાર આ મામલે સંતોષકારક જવાબ નહીં આપતા તબીબોએ સરકાર સામે લડતના મંડાણ શરૂ ર્ક્યા છે.

આ ઘટનાના વિરોધમાં દેશભરના ડોકટર શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી હડતાલ કરશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓની ઓનલાઇન બેઠકમાં 24 કલાકની હડતાલનો લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇમરજન્સી સેવાઓ અને કેઝ્યુલિટી સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે. આ સાથે જ દર્દીઓને હાલાકી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ હડતાલ મામલે ગુજરાતના પ્રતિનિધિઓની ઓનલાઇન બેઠક મળી હતી.

કોલકતાની આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોકટર પર દુષ્કર્મ અને હતુનો બનાવ બન્યો હતો જેના પગલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. આર.જી. મેડિકલ કોલેજમાં પણ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ગઈકાલે રાતે હજારો લોકોનું ટોળુ આવ્યું હતું. ટોળાએ હોસ્પિટલમાં ઘૂસીને તોડફોડ કરીને વિરોધ કરી રહેલા ડોકટરોને મારમાર્યો હતો. ડોકટરો પર થયેલા હુમલા અને ટ્રેની ડોકટર પર દુષ્કર્મ અને હત્યા મામલે આજે વિરોધ કરવામાં આવ્યો હતો. દેશભરની સરકારી હોસ્પિટલના જુનિયર ડોકટર અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને રેલી યોજી હતી અને આ મામલે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ સહિત રાજ્યભરના ખાનગી તબીબોએ પણ આ ઘટનાને લઇને વિરોધ પ્રદર્શન કરવા માટે આવતીકાલે એક દિવસ હડતાલની જાહેરાત કરી છે. શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલોના તબીબો આ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાશે.

જેને પગલે ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ ઠપ્પ થઇ જશે.
કોલક્તામાં તબીબ ઉપર થયેલ દુષ્કર્મ અને હત્યા કેસના પડઘા રાજકોટ અને ગુજરાત જ નહીં રાષ્ટ્રવ્યાપી જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ઘટના બાદ કોઇ કડક કાર્યવાહી નહીં કરવામાં આવતા અને આ મામલે વિરોધ કરી રહેલા તબીબો સાથે સરકારે હજુ સુધી કોઇ વાતચીત કરી નથી. તેમજ તબીબોની સુરક્ષાને લઇને કોઇ નિર્ણયો લીધા નથી. ત્યારે આ રાષ્ટ્રવ્યાપી હડતાલને કારણે દેશભરની મેડિક્લ સેવાઓને આવતીકાલે ભારે અસર પહોંચશે કારણ કે, ઇમરજન્સી સેવાઓ અને કેઝ્યુલિટી સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાતા આવતીકાલે દેશભરમાં મેડિક્લ ઇમરજન્સી સિવાયની તમામ સેવા કે જેમાં ઓપરેશન સહિતની સેવાઓ બંધ રાખવાની જાહેરાત થતા આ હડતાલને પગલે રાજકોટ અને ગુજરાત જ નહીં પણ દેશભરમાં તેના પડઘા પડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement