For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેશનલ હેરાલ્ડ કેસ: ઘરના ભૂવાં ને ઘરના ડાકલાં

11:24 AM Apr 16, 2025 IST | Bhumika
નેશનલ હેરાલ્ડ કેસ  ઘરના ભૂવાં ને ઘરના ડાકલાં

Advertisement

જવાહરલાલ નેહરુએ સ્થાપેલા અખબારની માલિકી એજેએલ પાસેથી યંગ ઇન્ડિયનને મફતમાં મળી: સોનિયા-રાહુલ આણી મંડળીનો પડદા પાછળ ખેલ

Advertisement

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ED ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ જોડ્યા છે. જે અંગે આગામી 25 એપ્રીલે રજુ થશે.
નેશનલ હેરાલ્ડની સ્થાપના 1938 માં જવાહરલાલ નેહરુએ સ્વતંત્રતા સેનાનીઓ સાથે મળીને કરી હતી.

એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) નેશનલ હેરાલ્ડ અખબારની માલિક કંપની છે. 26 ફેબ્રુઆરી, 2011 ના રોજ, કોંગ્રેસે તેના 90 કરોડ રૂૂપિયાના દેવાની જવાબદારી સ્વિકારી. જેનો અર્થ થયો કે પાર્ટીએ તેને 90 કરોડ રૂૂપિયાની લોન આપી. ત્યાર બાદ 5 લાખ રૂૂપિયાના ખર્ચે યંગ ઈન્ડિયન કંપનીની રચના કરવામાં આવી. જેમાં સોનિયા અને રાહુલ ગાંધીનો 38-38 ટકા હિસ્સો હતો. બાકીનો 24 ટકા હિસ્સો કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડીઝ (બંને હવે મૃત્યુ પામ્યા છે) પાસે હતો.

આ પછી, યંગ ઈન્ડિયનને 10 રૂૂપિયાના AJL ના નવ કરોડ શેર આપવામાં આવ્યા અને બદલામાં યંગ ઈન્ડિયનને કોંગ્રેસનું દેવું ચૂકવવું પડ્યું. 9 કરોડ શેર સાથે, યંગ ઈન્ડિયનને આ કંપનીના 99 ટકા શેર મળ્યા. આ પછી, કોંગ્રેસ પાર્ટીએ પણ 90 કરોડ રૂૂપિયાનું દેવું માફ કર્યું. તેનો અર્થ એ કે યંગ ઇન્ડિયનને AJLની માલિકી મફતમાં મળી ગઇ હતી.

યંગ ઇન્ડિયન લિમિટેડ (ઢઈંક)ની શરૂૂઆત વર્ષ 2010 માં થઈ હતી. રાહુલ ગાંધી તે સમયે કોંગ્રેસના મહાસચિવ હતા. તેઓ આ કંપનીના ડિરેક્ટર પણ બન્યા હતા. આ કંપનીની સ્થાપના 5 લાખ રૂૂપિયાથી થઈ હતી. આ કંપનીના 38 ટકા શેર રાહુલ ગાંધી પાસે હતા અને 38 ટકા શેર તેમની માતા સોનિયા ગાંધી પાસે હતા. બાકીના 24 ટકા શેર કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, પત્રકાર સુમન દુબે અને કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના હતા.
EDનો દાવો છે કે, ઢઈંક દ્વારા AJLની 2,000 કરોડ રૂૂપિયાથી વધુની સંપત્તિ પર કબજો જમાવ્યો છે. એજન્સીનો એવો પણ આરોપ છે કે આમાં 988 કરોડ રૂૂપિયાનું મની લોન્ડરિંગ પણ કરવામાં આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) પાસે દિલ્હી, મુંબઈ અને લખનૌ સહિત ભારતના અનેક શહેરોમાં રૂૂ. 661.69 કરોડની સ્થાવર મિલકતો છે અને આ ગુનાહિત આવક દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયન (ઢઈં) પાસે AJLમાં ઇક્વિટી શેરના રૂૂપમાં કુલ રૂૂ. 90.21 કરોડ ગુનાની રકમ હોવાનું જાણવા મળ્યું.

ભાજપ નેતાએ ઝડપી લીધું હતું સમગ્ર કૌભાંડ
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012 માં ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે, કેટલાક કોંગ્રેસના નેતાઓએ યંગ ઇન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ને અન્યાયી રીતે હસ્તગત કરી હતી. આ બધુ જ દિલ્હીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પર આવેલી 2000 કરોડ રૂૂપિયાના હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગને કબજે કરવા માટે કરાયું હતું. ષડયંત્ર હેઠળ, યંગ ઇન્ડિયન લિમિટેડને અઉંકની મિલકતના અધિકારો આપવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement