'નરેન્દ્ર મોદીમાં કોઈ દમ નથી, લોકોએ તેમને માથે ચડાવ્યા છે..' રાહુલ ગાંધી
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસના ઓબીસી સંમેલનમાં રાહુલ ગાંધીએ ફરી એક વાર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલે તેમના ભાષણ દરમિયાન પાર્ટીના સભ્યોને પૂછ્યું, 'શું તમને ખબર છે કે રાજકારણમાં સૌથી મોટી સમસ્યા શું છે?' કાર્યકરોએ જવાબ આપ્યો, 'પીએમ મોદી.' આના પર રાહુલે કહ્યું, 'નરેન્દ્ર મોદી કોઈ મોટી સમસ્યા નથી. હું તેમને બે-ત્રણ વાર મળ્યો છું. તેમનામાં કઈ દમ નથી. લોકોએ તેમને માથે ચડાવ્યા છે.'
રાહુલે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ વસ્તી ગણતરી કરાવવાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું, 'મારા કામમાં ખામી હતી. મેં ઓબીસી વર્ગનું રક્ષણ એ રીતે કર્યું નથી જે રીતે મારે કરવું જોઈએ. 10-15 વર્ષ પહેલાં, હું ઓબીસીના મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજી શક્યો ન હતો. જો મને ખબર હોત, તો હું તે સમયે જ જાતિ વસ્તી ગણતરી કરાવી લેત.'
https://x.com/RahulGandhi/status/1948663173428772906
આ સાથે લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું, “21મી સદી ‘ડેટા’ની સદી છે. મોદીજી ડેટા વિશે વાત કરતા રહે છે. પહેલા જે દેશ પાસે તેલ હતું તે શક્તિશાળી માનવામાં આવતું હતું. આજનું તેલ ડેટા છે.”