નરેન્દ્ર મોદી @75 અણનમ: દેશ-દુનિયામાં નમો...નમો
ટ્રમ્પ-પુતિન-મેલોની-એન્થોની-લક્ઝન-દ્રૌપદી મુર્મુ, ખડગે, રાહુલ સહિતના નેતાઓ-અભિનેતાઓ વરસી પડ્યા, સોશિયલ મીડિયા ઉભરાયું
ઠેર-ઠેર અનુષ્ઠાનો, સેવાકીય કાર્યક્રમો થકી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી, દિર્ધાયુ માટે પ્રાર્થના
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આજે 75 માં જન્મદિવસ નિમિતે દેશ-વિદેશના અનેક નેતાઓએ શુભકામના પાઠવી હતી અને ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, ઇટાલિના વડાપ્રધાન મેલોની, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિઝ, ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લકઝન ઉપરાંત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિતના દેશ-વિદેશના નેતાઓએ પી.એમ. મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
આમ આદમીથી બોલીવુડ સ્ટાર અને સ્થાનિક કાર્યકરો-નેતાઓથી માંડી વૈશ્ર્વિક નેતાઓએ વડાપ્રધાનને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી નિરોગી જીવન અને દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે. સોશિયલ મીડિયા પણ ‘માય મોડ સ્ટોરી’ હેશટેગ હેઠળ છલકાઇ રહયૂ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ પર તેમને શુભેચ્છાઓ આપી. આ દરમિયાન બંને નેતાઓની વચ્ચે ભારત-અમેરિકાના સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાતચીત થઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશોની વચ્ચે રાજકીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર રાષ્ટ્રપતિનો આભાર વ્યક્તિ કરતા લખ્યું કે પતમારા ફોન કોલ અને જન્મદિવસની શુભેચ્છા માટે આભાર મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ. તમારી જેમ હું પણ ભારત-અમેરિકાના વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે પુરી રીતે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટે પણ તમારા પ્રયત્નોનું સમર્થન કરીએ છીએ.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના ટોચના નેતાઓ, અભિનેતા નાગાર્જુન અને શાહરૂૂખ ખાન જેવી હસ્તીઓએ પીએમ મોદી સાથેની તેમની શુભેચ્છાઓ અને વ્યક્તિગત અનુભવો શેર કર્યા છે.
સોશિયલ મીડિયા ખુખજ્ઞમજજ્ઞિિું હેશટેગ હેઠળ પોસ્ટ્સથી છલકાઈ ગયું છે, જ્યાં નાગરિકો અને નેતાઓ બંને મોદીના જીવનના કિસ્સાઓ શેર કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝે પીએમ નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી, તેમને મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા ભારત સાથે મજબૂત બંધન શેર કરવા પર ગર્વ અનુભવે છે અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના નોંધપાત્ર યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
ન્યુઝીલેન્ડના ઙખ ક્રિસ્ટોફર લક્સનએ PM મોદીને તેમના 75મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે ડ પર એક વિડિઓ શેર કર્યો.
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રધાનમંત્રીના સારા સ્વાસ્થ્યની કામના કરી. તમને કામ પરથી થોડો સમય રજા મળે અને થોડી મજા પણ આવે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે વડાપ્રધાન મોદી પોતાના 75મા જન્મદિવસની ઉજવણી મધ્યપ્રદેશમાં કરશે. વડાપ્રધાન અહીં ધાર જિલ્લાના ભેંસોલા ગામ જશે અને મહિલાઓ અને પરિવારો માટે સ્વાસ્થ્ય અને પોષણ પર આધારિત અભિયાનની શરૂૂઆત કરશે. સાથે જ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કરશે. તેનો ઉદ્દેશ્ય દેશને ટેક્સટાઈલ હબ બનાવવાનો તથા નિકાસ અને રોજગારીને વધારવાનો છે.
થેંક્યુ મોદીજી: ભૂપેન્દ્ર પટેલ
અઢી દાયકા પહેલાના ગુજરાત પર અને આજના ગુજરાત પર નજર કરીએ તો ખ્યાલ આવે કે આપણા રાજ્યએ વિકાસની કેવી હરણફાળ ભરી છે. મોદીજીએ આપણને સૌને વિકાસની દિશામાં અભિમુખ કર્યા છે. તેમણે વિકાસ પ્રત્યે જનમાનસમાં ચેતના ભરી છે. વિકાસ કોને કહેવાય, વિકાસ કયા સ્કેલનો હોય અને અનેક પડકારોની વચ્ચે પણ વિકાસ કેવી રીતે સાધી શકાય, તે મોદીજીએ આપણને બતાવ્યું છે. કુદરતી આપત્તિઓ, પાણીની અછત, રમખાણો અને વીજ સંકટથી ઝઝુમતુ ગુજરાત દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકે જાણીતું બન્યું એ મોદીજીના સુશાસનની કમાલ છે. તેમણે કચ્છને ભૂકંપમાંથી બેઠું કરી વૈશ્વિક પ્રવાસન ધામ બનાવ્યું. ખેડૂતો માટે કૃષિ મહોત્સવો હોય કે મૉં નર્મદાના પાણી ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચાડવાનો પુરુષાર્થ હોય, સખીમંડળોના માધ્યમોથી માતાઓ-બહેનોને આર્થિક આત્મનિર્ભર બનાવવાથી લઈને યુવા વિદ્યાર્થીઓ માટે સેક્ટર સ્પેસિફિટ યુનિવર્સિટીઝ તૈયાર કરવાની હોય.. મોદીજીએ આ દરેક લક્ષ્યોને દૂરંદેશિતા અને દ્રઢ ઈચ્છાશક્તિથી સાકાર કરી બતાવ્યા. આજે મોદીજીના જન્મદિવસે સમગ્ર વિશ્વમાંથી લોકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે, ત્યારે ગુજરાતના સૌ નાગરિકો વતી તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા મુખ પર સહજ શબ્દો આવે છે- થેંક્યુ મોદીજી.