આસારામને મળવા માટે નારાયણ સાંઈને મળ્યા જામીન, હવાઈ માર્ગે સુરતથી જોધપુર જશે
નારાયણ સાંઇને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દુષ્કર્મના કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇને જામીન મળ્યા છે. માનવતાના ધોરણે હાઇકોર્ટે જમીનની અરજી મંજૂર કરી છે. દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઇ લાજપોર જેલમાં બંધ છે ત્યારે દુષ્કર્મના કેસમાં આસારામ જોધપુર જેલમાં બંધ છે.4 કલાક જોધપુર જેલમાં નારાયણ સાંઈ તેના પિતા આસારામને મળશે.
લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઇને જામીન મળ્યા છે. 11 વર્ષ બાદ નારાયણ સાંઇ પિતા આસારામ સાથે મુલાકાત કરી શકશે. વાસ્તવમાં દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ પિતા આસારામ સાથે 11 વર્ષથી મુલાકાત ન કરી હોવાથી ગુજરાત હાઇકોર્ટે માનવતાના ધોરણે જમીન અરજી મંજૂર કરી છે. જોધપુર જેલમાં આસારામ સાથે 4 કલાક મુલાકાતની મંજૂરી આપી છે. પિતા-પુત્ર સિવાય અન્ય કોઈ વ્યક્તિ બંનેને મળી શકશે નહીં. સમય અને દિવસ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવશે.
આસારામની વૃદ્ધાવસ્થાને જોતા ગુજરાત હાઈકોર્ટમાં નારાયણ સાંઈએ આસારામની મુલાકાત લેવા 30 દિવસના હંગામી જામીન માંગ્યા હતા. કોર્ટ હંગામી 30 દિવસના જામીન આપવા સહમત નહોતી. જેથી કોર્ટે આદેશ કરતા નારાયણ સાંઈને ફ્લાઇટ દ્વારા સુરતથી જોધપુર જેલ ખાતે પોલીસ જાપ્તામાં બાય ફ્લાઇટ લઈ જવાશે. જેમાં એક ACP, એક PSI, 2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ સામેલ થશે. આ તમામ ખર્ચ નારાયણ સાંઈ દ્વારા ચૂકવવામાં આવશે. ખર્ચ પેટે પહેલા 5 લાખ રૂપિયાની ડિપોઝિટ સરકારી તિજોરીમાં જમા કરાવવાની રહેશે. 7 દિવસની અંદર નારાયણ સાંઈ ડિપોઝિટ જમા કરાવશે.