For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના 4 ડિસેમ્બરે લગ્ન

03:14 PM Nov 19, 2024 IST | Bhumika
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના 4 ડિસેમ્બરે લગ્ન
Advertisement

સોશિયલ મીડિયામાં લગ્નનું કાર્ડ વાઇરલ

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા તેમની સગાઈથી જ ટોક ઓફ ધ ટાઉન છે. આ કપલે ઓગસ્ટમાં સગાઈના ફોટા શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. બંનેએ પોતાના પરિવાર અને મિત્રોની હાજરીમાં ખૂબ જ સાદગીથી સગાઈ કરી અને તેના ફોટો શેર કરીને ફેન્સ સાથે પોતાની ખુશી શેર કરી હતી. જ્યારથી આ કપલની સગાઈ થઈ છે ત્યારથી ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

Advertisement

દરમિયાન, નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર એક નવું અપડેટ સામે આવ્યું છે. આ કપલના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કપલની સાથે તેમના માતા-પિતા બંનેના નામ લખેલા જોઈ શકાય છે. નાગા ચૈતન્ય અને શોભિતાના વેડિંગ કાર્ડમાં લખ્યું છે - અમે નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના લગ્નની જાહેરાત કરતા અત્યંત ખુશ છીએ. આ ખાસ અવસર પર તમારી શુભકામનાઓ અને આશીર્વાદની જરૂૂર છે.

વેડિંગ કાર્ડ મુજબ, નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા 4 ડિસેમ્બર, 2024ના રોજ લગ્ન કરશે. નાગા ચૈતન્યના પિતા અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુને 8 ઓગસ્ટના રોજ થયેલી કપલની સગાઈના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ પછી, કપલે પણ સોશિયલ મીડિયા પર તેમની સગાઈના ફોટો શેર કરીને તેમના ફેન્સ સાથે સગાઈના સમાચાર શેર કર્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement