ખડગેએ રાધાકૃષ્ણનને પૂર્વ ઉપરાષ્ટ્રપતિના શબ્દોની યાદ દેવડાવતા નડ્ડા-રિજ્જુ ભડકયા
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ટ્રેઝરી બેન્ચ વચ્ચે નવા અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણન અંગે અથડામણ થતાં સંસદના શિયાળુ સત્રની શરૂૂઆત ઉગ્ર ટક્કરથી થઈ. નવા ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરતાં ખડગેએ સર્વપલ્લી રાધાકૃષ્ણનના 1952ના ભાષણને ટાંકીને કહ્યું હતું કે, હું કોઈ પક્ષનો નથી અને તેનો અર્થ એ કે હું દરેક પક્ષનો છું.
આ ટિપ્પણીનો સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ તીક્ષ્ણ જવાબ આપ્યો હતો, જેમણે વિપક્ષ પર ભૂતપૂર્વ અધ્યક્ષ જગદીપ ધનખરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
નડ્ડાએ અધ્યક્ષ પ્રત્યે વિપક્ષના વર્તન પર સવાલ ઉઠાવતા હોબાળો વધુ તીવ્ર બન્યો. દરમિયાન, એસઆઇઆર મુદ્દા અને પાન મસાલા સ્વાસ્થ્ય ચેતવણીઓ અંગે બિલ રજૂ કરવામાં આવતા વિક્ષેપને પગલે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
ખડગેએ આ ઉપરાંત પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ગૃહના સભાપતિ જગદીશ ધનકડની અચાનક એકિઝટનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે સભ્યો તેમને વિદાય આપી શકયા નથી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ ધનખડના રાજીનામનો ઉલ્લેખ કરવા બદલ ખડગેની ટીકા કરી જણાવ્યું હતું કે અત્યારે તે પ્રસ્તુત નથી.
સત્રની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષ રાધાકૃષ્ણમનને કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન આપી જણાવ્યું હતું કે તેમનો ઉપરાષ્ટ્રપતિ પદ સુધીનો ઉદય લોકશાહીની સાચી તાકાત દર્શાવે છે. તેમણે નવા ઉપરાષ્ટ્રપતિને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.