ના દૂરી હૈ, ના ખાઈ હૈ; મોદી હમારા ભાઈ હૈ
- લોકસભાની 65 બેઠકો પર પ્રભુત્ત્વ ધરાવતા મુસ્લિમ લઘુમતી મતદારોને રિઝવવા ભાજપ મુસ્લિમ મોરચાનું અભિયાન
લોકસભાની ચૂંટણી જંગમાં ‘400 ને પાર’ના નારા સાથે ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમ મતદારો પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 65 લોકસભા સીટો પર મુસ્લિમ મતદારો જીત કે હારમાં મોટી ભૂમિકા ભજવે છે. લગભગ 35 થી 40 આવી લોકસભા બેઠકો છે જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા 35 થી 70 ટકાથી વધુ છે.
ભાજપે દેશભરમાં જે 65 બેઠકો ખાસ પસંદ કરી છે, તે બેઠકો પર મુસ્લિમ મતદારોની વસ્તી 30 ટકાથી વધુ છે. આ 65 બેઠકો આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગોવા, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં છે, જેને જીતવા માટે પાર્ટી આ વખતે પોતાની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરી રહી છે.
ભાજપના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે મુસ્લિમ મતદારો, જેઓ અત્યાર સુધી માત્ર ભાજપને ચૂંટણીમાં હરાવવા માટે જ મત આપતા હતા, તેઓને હવે એવું લાગવા માંડ્યું છે કે ભાજપ માટે લોકસભાની ચૂંટણી હારવી અશક્ય છે, તેથી હવે મુસ્લિમ મતદારો પણ મોદીની જીતમાં ભાગીદાર બનવા માંગે છે.
પીએમ મોદીએ અનેક મંચો પર પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું છે કે પસમંદા સમુદાયને મુસ્લિમોને સાથે લઈને ચાલવું જોઈએ. ભાજપના લઘુમતી મોરચાએ મુસ્લિમ સમાજના વિવિધ વર્ગો સાથે વાત કરવા માટે છેલ્લા ત્રણ મહિનામાં અનેક અભિયાનો શરૂૂ કર્યા છે. મોરચાએ મુસ્લિમ સમુદાય માટે 22,700 સ્નેહભર્યા સંવાદ કાર્યક્રમો કર્યા છે. આ સંવાદો અને કાર્યક્રમો દ્વારા દેશભરના 1468 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આ કાર્યક્રમો દ્વારા 50 લાખ મુસ્લિમો સાથે વાતચીત કરવામાં આવી છે.
એકંદરે, દેશની 543 લોકસભા બેઠકો પર 18 લાખથી વધુ મુસ્લિમ મોદી મિત્ર બનાવવામાં આવ્યા છે. દરેક લોકસભા સીટ પર 2000 મોદી મિત્ર બનાવવામાં આવ્યા છે.
લઘુમતી પ્રભુત્વ ધરાવતા બૂથ પર મુસ્લિમ સમાજના યુવાનોને પણ બુથ ટીમમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. લઘુમતી મોરચા તરફથી નના દૂરી હે, ના ખાઈ હે, મોદી અમારા ભાઈ હેથ ના નારા સાથે મુસ્લિમ સમુદાયને પીએમ મોદી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
લઘુમતીના પ્રભુત્ત્વવાળી 65 બેઠકો
હરિયાણા -ગુરુગ્રામ, ફરીદાબાદ
દિલ્હી- ઉત્તર પૂર્વ દિલ્હી, ચાંદની ચોક
આસામ -કરિયાબોર, નૌગાંવ, ધુબરી, બરપેટા, મંગલદોઈ, સિલચર, કરીમગંજ
ઉત્તર પ્રદેશ -સહારનપુર, કૈરાના, બિજનૌર, મુઝફ્ફરનગર, રામપુર, મુરાદાબાદ, નગીના, મેરઠ, અમરોહા, સંભલ, બરેલી, બહરાઈચ, શ્રાવસ્તી
બિહાર- અરરિયા, પૂર્ણિયા, કટિહાર, કિશનગંજ
જમ્મુ કાશ્મીર- બારામુલ્લા, શ્રીનગર, અનંતનાગ, રાજૌરી
ગોવા -ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા
મધ્ય પ્રદેશ- મંદસૌર, બેતુલ, ભોપાલ
મહારાષ્ટ્ર -ઔરંગાબાદ, ભિવંડી
તેલંગાણા- સિકંદરાબાદ, હૈદરાબાદ
તમિલનાડુ -રામનાથપુરમ
કેરળ- વાયનાડ, કસરાગોડ, કોઝિકોડ, કોટ્ટયમ, પથાનમથિટ્ટા, ઇડુક્કી, વાડાકર, મલપ્પુરમ
પશ્ચિમ બંગાળ -બસીરહાટ, જાદવપુર, જયનગર, મથુરાપુર, ડાયમંડ હાર્બર, માલદા દક્ષિણ, માલદા ઉત્તર, મુર્શિદાબાદ, કૃષ્ણક નગર, બહરમપુર, રાયગંજ, બીરભૂમ, લદ્દાખ લદ્દાખ