ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બાનુ મુસ્તાકને આમંત્રણથી મૈસુરની દશેરા પૂજા વિવાદમાં

05:58 PM Aug 26, 2025 IST | Bhumika
Advertisement

કર્ણાટક સરકારે બુકર પુરસ્કાર વિજેતાને ઉત્સવનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપતા ભાજપ ભડકયો

Advertisement

બુકર પુરસ્કાર વિજેતા લેખિકા બાનુ મુશ્તાકને મૈસુરમાં વિશ્વ પ્રસિદ્ધ દશેરા પૂજામાં આમંત્રણ મળવાથી કર્ણાટકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર મૈયાએ જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 વિજેતા બાનુ મુશ્તાક 22 સપ્ટેમ્બર 2025 ના રોજ વિશ્વ પ્રસિદ્ધ દશેરા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે.

રાજ્યના વિપક્ષી પક્ષ ભાજપે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આ જાહેરાત પર ઊંડી નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું છે કે દશેરા હિન્દુ ધર્મ અને ભક્તિનો તહેવાર છે. તેને તુષ્ટિકરણની રાજનીતિનું પ્લેટફોર્મ બનાવી શકાય નહીં. હિન્દુઓ તેમની પરંપરાઓ પર આવા વારંવારના હુમલા સહન કરશે નહીં. તેમણે કહ્યું કે દેવીમાં શ્રદ્ધા ન રાખનાર વ્યક્તિ દ્વારા દેવી ચામુંડેશ્વરીની પહેલી પૂજા કરાવવી એ દેવી અને દરેક ભક્તનું સીધું અપમાન છે.

ભાજપે બાનુ મુશ્તાકને આ આમંત્રણ પર સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. મૈસુરના ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના નેતા પ્રતાપ સિંહાએ આ આમંત્રણ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ પરંપરા હંમેશા દેવી ચામુંડીની ભક્તિ સાથે સંકળાયેલી રહી છે.તેમણે પૂછ્યું, તમે દશેરાના ઉદ્ઘાટન માટે બાનુ મુશ્તાકને આમંત્રણ આપ્યું છે અને તેમણે તે સ્વીકારી લીધું છે. હું ફક્ત એટલા માટે વિરોધ નથી કરી રહ્યો કે તે મુસ્લિમ છે. અમને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે અને તેમણે સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે. પરંતુ શું ભાનુ મુશ્તાક દેવી ચામુંડીમાં માને છે? શું તેમણે ક્યારેય આપણા રિવાજોનું પાલન કર્યું છે? શું તેમણે ક્યારેય કહ્યું છે કે તેઓ દેવી ચામુંડેશ્વરીની ભક્ત છે? તો પછી તેમને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું?ભાજપના પ્રદેશ પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ કહ્યું, અમે બાનુ મુશ્તાકનું સન્માન કરીએ છીએ.

જો તે હિન્દુ ધર્મ અને માન્યતાઓ સ્વીકારે છે અને પછી ઉદ્ઘાટન કરવા આવે છે, તો હું સમજી શકું છું. દીપા ભાષ્ટીએ તેમના કાર્યોનું ભાષાંતર કર્યું અને બંનેએ બુકર પુરસ્કાર જીત્યો, પરંતુ સિદ્ધારમૈયાએ ફક્ત બાનુ મુશ્તાકને આમંત્રણ આપ્યું.તે જ સમયે, કોંગ્રેસે સરકારના નિર્ણયનો બચાવ કર્યો છે અને તેને કર્ણાટકની સંસ્કૃતિ સાથે જોડ્યો છે. ગૃહમંત્રી જી. પરમેશ્વરે બાનુ મુશ્તાકને આમંત્રણ આપવાના નિર્ણયને ટેકો આપ્યો છે અને કહ્યું છે કે દશેરાને ફક્ત ધર્મના ચશ્માથી જોવો જોઈએ નહીં.

12 હાથીઓ સાથે દેવી ચામુંડેશ્વરીની પ્રતિમા
મૈસુર દશેરા, જે તેના ભવ્ય ધાર્મિક વિધિઓ માટે પ્રખ્યાત છે, દર વર્ષે લાખો લોકોને આકર્ષે છે. આ સમય દરમિયાન, લોકો ધાર્મિક ભક્તિ અને ઉત્સાહથી હાથીઓ સાથે દેવી ચામુંડેશ્વરીની યાત્રા જોવા આવે છે. સ્થાનિક ભાષામાં તેને જાંબુ સવારી કહેવામાં આવે છે. આ દરમિયાન, આ પ્રસંગ માટે ખાસ તાલીમ પામેલા 12 હાથીઓ દેવી ચામુંડેશ્વરીની મૂર્તિને મૈસુર મહેલથી બન્નીમંતાપ લઈ જાય છે. આ શોભાયાત્રા એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં નૃત્ય, સંગીત, મશાલ શોભાયાત્રા જેવા અન્ય પ્રદર્શન પણ શામેલ છે અને પગપાળા સૈનિકો પણ તેની સાથે ચાલે છે.

Tags :
Banu MushtaqDussehra pujaindiaindia news
Advertisement
Next Article
Advertisement