મારી 13 વર્ષની દીકરી પણ સાયબર ક્રાઈમનો ભોગ બની હતી: અક્ષય કુમાર
સાયબર ક્રાઈમને એક વિષય તરીકે શાળામાં સમાવેશ કરવા પણ સૂચન કર્યુ
અક્ષય કુમારે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે સાયબર ક્રાઈમનો મુદ્દો ઉઠાવ્યો હતો. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે તેમની પુત્રી પણ તેનો ભોગ બની હતી. વધુમાં, તેમણે સ્ટેજ પરથી સમગ્ર ઘટના શેર કરી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અપીલ કરી કે બાળકોને સાયબર ક્રાઈમ વિશે શિક્ષિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અભિનેતાએ યાદ કર્યું કે કેવી રીતે એક માણસે તેની 13 વર્ષની પુત્રી સાથે વિડીયો ગેમ દ્વારા સંબંધ બાંધ્યો અને તેને ફસાવવાનો પ્રયાસ કર્યો.
અક્ષય કુમારે કહ્યું, ‘હું તમને બધાને થોડા મહિના પહેલા મારા ઘરે બનેલી એક નાની ઘટના વિશે કહેવા માંગુ છું. મારી પુત્રી વીડિયો ગેમ રમી રહી હતી, અને કેટલીક વીડિયો ગેમ્સ એવી હોય છે કે તમે કોઈની સાથે રમી શકો છો. તમે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે રમી રહ્યા છો. જ્યારે તમે રમી રહ્યા છો, ત્યારે ક્યારેક તમને અન્ય લોકો તરફથી સંદેશા મળે છે એક માણસે મારી પુત્રીને સંદેશા મોકલ્યા, તે ખૂબ જ નમ્ર હતા, જેમ કે પસારું, તમે સારું રમી રહ્યા છો’ પછી તે માણસે પૂછ્યું કે તે ક્યાંથી છે, અને મારી પુત્રીએ જવાબ આપ્યો ‘મુંબઈ’. બીજો સંદેશ આવ્યો કે ‘તમે પુરુષ છો કે સ્ત્રી?’ તેણીએ જવાબ આપ્યો.
અક્ષય કુમાર આગળ સમજાવે છે, નસ્ત્રઅને પછી તેણે બીજો સંદેશ મોકલ્યો. ‘શું તમે મને તમારા ન્યૂડ ફોટા મોકલી શકો છો?’ તે મારી પુત્રી હતી. તેણે બધું બંધ કરી દીધું અને મારી પત્નીને કહ્યું. આ રીતે વસ્તુઓ શરૂૂ થાય છે. આ પણ સાયબર ક્રાઇમનો એક ભાગ છે હું મુખ્યમંત્રીને વિનંતી કરીશ કે આપણા મહારાષ્ટ્ર રાજ્યમાં, સાતમા, આઠમા, નવમા અને દસમા ધોરણમાં સાપ્તાહિક સાયબર પીરિયડ હોવો જોઈએ જ્યાં બાળકોને આ વિશે અને આ ગુનો કેમ વધી રહ્યો છે તે વિશે શીખવવામાં આવે. તે શેરી ગુનાથી આગળ વધી ગયું છે અને તે વધુ મોટું થવાનું છે.