મુસ્લિમ મહિલાએ હિંદુ નામ ધારણ કરી યુવાનને ફસાવ્યો: લૂંટ પછી હત્યા
લવ જેહાદની ઘટનાઓથી સૌ કોઈ વાકેફ છે, પરંતુ હવે જે ઘટના પ્રકાશમાં આવી છે તે અતિશય ચિંતાજનક છે. મીડિયાના અહેવાલ અનુસાર ઉત્તરપ્રદેશની એક મુસ્લિમ મહિલાએ હિન્દુ નામ ધારણ કરીને મધ્યપ્રદેશના એક હિન્દુ યુવક સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને એ માટે તેને મળવા બોલાવ્યો. અને પછી તેની સાથે જે કર્યું તે અકલ્પનીય છે.
સઘન તપાસ બાદ એ સ્થાપિત થયું કે, કુશીનગરમાં ઝાડીઓમાં મળેલો મૃતદેહ મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી ઇન્દ્રકુમાર તિવારીનો હતો. તે લગ્ન કરવા માટે પોતાના ઘર જબલપુરથી અહીં આવ્યો હતો. તેણે પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે કુશીનગરમાં ખુશી નામની મહિલા સાથે તે લગ્ન કરવા જઈ રહ્યો છે. ખુશી તિવારીએ તેને બોલાવ્યો હોવાથી અહીં આવ્યો હતો.
ખુશી ઉર્ફે સાહિબા સાથે લગ્ન કરવા ઘરેથી નીકળ્યા બાદ 6 જૂને તેનો મૃતદેહ કુશીનગર જિલ્લાના હાટા કોટવાલી વિસ્તારમાં ગઇં 28ની બાજુમાં ઝાડીઓમાં મળ્યો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇન્દ્રકુમારને લૂંટ્યા બાદ કાવતરાખોરોએ તેની હત્યા કરીને તેનો મૃતદેહ કુશીનગર જિલ્લામાં લાવીને ફેંકી દીધો.