વકફ કાયદા સામે દેખાવો સ્થગિત કરતું મુસ્લિમ લો બોર્ડ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ બુધવારે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને પીડિતોના પરિવારો સાથે એકતા દર્શાવવા માટે નવા વક્ફ કાયદા સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને ત્રણ દિવસ માટે રોકવાનો નિર્ણય લીધો.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે એક મુખ્ય પર્યટન સ્થળ પર થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા અને ઘણા ઘાયલ થયા હતા.
મુસ્લિમ સંગઠન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે AIMPLB એ શોક સંદેશ જારી કર્યો છે અને તેના ચાલી રહેલા વિરોધ કાર્યક્રમોને અસ્થાયી રૂૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. શોકગ્રસ્ત પરિવારો સાથે એકતાના પ્રતીક તરીકે, બોર્ડે વક્ફ કાયદામાં વિવાદાસ્પદ સુધારા સામેના તેના અભિયાનને 23 એપ્રિલથી ત્રણ દિવસ માટે સ્થગિત કરી દીધું છે.
AIMPLB હેઠળ વક્ફ સંરક્ષણ માટે મજલિસ-એ-અમાલના રાષ્ટ્રીય સંયોજક જચછ ઇલ્યાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો અત્યંત દુ:ખદ અને નિંદનીય છે.