દુલીપ ટ્રોફીના ડેબ્યૂ મેચમાં મુશીર ખાને ફટકારી સદી
સરફરાઝ ખાને ઊભા થઇ ભાઇની સિદ્ધિની ઉજવણી કરી
દુલીપ ટ્રોફીની પહેલી જ મેચમાં સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાને ધૂમ મચાવીને પોતાની ટીમને બચાવી છે. ઈન્ડિયા ઇ તરફથી રમતા મુશીરે સદી ફટકારી હતી. મુશીરે નવદીપ સૈની સાથે આઠમી વિકેટ માટે મહત્વની ભાગીદારી પણ રમી હતી.
19 વર્ષના મુશીરે આ સદી દુલીપ ટ્રોફીમાં પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી હતી. તે અભિમન્યુ ઇશ્વરનની કેપ્ટનશીપવાળી ઇન્ડિયા બી ટીમ તરફથી રમી રહ્યો છે. તેણે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 205 બોલમાં ટ્રિપલ ફિગર સુધી પહોંચીને તેની ટીમના કુલ રનમાંથી અડધાથી વધુ રન બનાવ્યા. ડ્રેસિંગ રૂૂમમાં હાજર સરફરાઝે ઊભા થઈને ભાઈની સિદ્ધિની ઉજવણી કરી હતી.
ઈન્ડિયા બીના સમગ્ર સપોર્ટ સ્ટાફે મુશીરની સનસનાટીભરી સદીની પ્રશંસા કરી હતી. મુશીરની આ ત્રીજી ફર્સ્ટ-ક્લાસ સદી હતી અને તે બિગ લીગમાં તેના આગમનનો સંકેત આપે છે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ટીમ ઇ ના અન્ય નિયમિત ટેસ્ટ ખેલાડીઓમાં તેમનું પ્રદર્શન અલગ હતું. ભારતની વ્યસ્ત ટેસ્ટ સિઝન પહેલા, અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ પ્રીમિયર ચાર દિવસીય ટુર્નામેન્ટ પર નજર રાખી રહી છે, જેમાં રમતના સૌથી લાંબા ફોર્મેટમાં 10 મેચો રમાશે. મુશીરે મોટા સ્ટેજ પર પ્રદર્શન કરવાની ક્ષમતા બતાવી છે.