For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઇના એક સમયના સુપરસ્ટાર ક્રિકેટર પદમાકર શિવાલકરનું નિધન

11:32 AM Mar 04, 2025 IST | Bhumika
મુંબઇના એક સમયના સુપરસ્ટાર ક્રિકેટર પદમાકર શિવાલકરનું નિધન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. આ સમયે સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર છે. ભારતીય દિગ્ગજ ખેલાડીનું નિધન થયું છે. આ ખેલાડીએ ભારતીય ક્રિકેટને આગળ લઈ જવામાં ઘણું યોગદાન આપ્યું હતું. બીસીસીઆઈએ આ દિગ્ગજના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને જાણ કરી હતી.સ્થાનિક ક્રિકેટમાં મુંબઈના સુપરસ્ટાર પદમાકર શિવાલકરનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ભારતના શાનદાર સ્પિનર હતા. પદમાકરે ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ માટે 124 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનને કારણે BCCIએ તેમને 2017ના નમન એવોર્ડમાં કર્નલ સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો હતો.

Advertisement

ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં પદમાકર ક્યારેય ભારતીય ટીમ માટે રમી શક્યા નહોતા. બિશન સિંહ બેદી તે સમયે ટીમ ઈન્ડિયામાં રમતા હતા, જેના કારણે શિવાલકરને રમવાની તક મળી ન હતી.પદમાકર શિવાલકરે મુંબઈ માટે સ્પિનર તરીકે 124 મેચ રમી હતી. જેમાં તેણે માત્ર 19.69ની શાનદાર બોલિંગ એવરેજ સાથે 589 બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે 42 વખત 5 વિકેટ અને 13 વખત 10 વિકેટ પણ લીધી હતી. તેમણે બેટથી 515 રન બનાવ્યા હતા. લિસ્ટ અ ક્રિકેટની વાત કરીએ તો તેણે 12 મેચ રમી હતી. તેમણે આ ફોર્મેટમાં કુલ 16 વિકેટ લીધી હતી. પદમાકર શિવાલકરે તેની છેલ્લી મેચ 1978માં રમી હતી. પદમાકર શિવાલકરના સમયમાં મુંબઈની ટીમ શાનદાર પ્રદર્શન કરતી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement