પ્રથમ વાર મિસિસ યુનિવર્સનો તાજ મિસિસ ઇન્ડિયાના શિરે
મિસિસ યુનિવર્સ 2025નો તાજ ભારતની શેરી સિંહના માથે પહેરાવાયો હતો. મિસિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી શેરી સિંહ પ્રથમ ભારતીય સુંદરી બની છે. મિસિસ ઇન્ડિયા 2025 જીતીને મિસિસ યુનિવર્સ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર શેરી સિંહે તેની જીત એવી મહિલાઓને સમર્પિત કરી હતી જે મહિલાઓએ સપનાં જોવાની હિંમત કરી હોય. શેરીની સફળતા એ સાબિત કરે છે કે ભારતીય મહિલાઓ ગ્લોબલ મંચ પર પાછળ નથી.
48મી મિસિસ યુનિવર્સનો ગ્રેન્ડ ફિનાલે ફિલિપીન્સના મનિલામાં યોજાયો હતો જ્યાં વિશ્વભરના 120 દેશોની પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. શેરીના વુમન એમ્પાવરમેન્ટ અને મેન્ટલ હેલ્થ માટેના વિચારોથી તેણે જજને ઇમ્પ્રેસ કર્યા હતા. અન્ય ફાઇનલિસ્ટમાં માર્ગારેટા આઇલેન્ડ, ઞજઅ, સાઉથ વેસ્ટ એશિયા, કેલિફોર્નિયા, બલ્ગેરિયા, મ્યાનમાર, પેસિફિક, બુરિયાટિયા, આફ્રિકા, દુબઈ, જપાન, ઉત્તર ફિલિપીન્સ, યુરેશિયા, યુક્રેન, લક્ઝમબર્ગના પ્રતિનિધિઓનો સમાવેશ હતો. ફર્સ્ટ રનરઅપ મિસિસ સેન્ટ પિટર્સબર્ગ અને સેક્ધડ રનરઅપ મિસિસ ફિલિપીન્સ બની હતી.
તાજ પહેરતાં ભાવુક થઈ ગયેલી શેરી સિંહે કહ્યું હતું કે આ જીત ફક્ત મારી જ નથી, એવી બધી જ મહિલાઓ માટે છે જેમણે ક્યારેય મર્યાદા વિના સપનાં જોવાની હિંમત કરી છે. નવી દિલ્હીની રહેવાસી શેરીનાં લગ્ન સિકંદર સિંહ સાથે 9 વર્ષ પહેલાં થયાં હતાં અને તે એક દીકરાની મમ્મી છે.