UPSC પરીક્ષામાં EWS ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવાની અરજી એમપી હાઇકોર્ટે ફગાવી
UPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારો મધ્યપ્રદેશ હાઈકોર્ટના આ નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આજે કોર્ટે અંતિમ ચુકાદો આપતા આનો અંત આવ્યો છે. કોર્ટે UPSC પરીક્ષામાં EWS ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવાનો ઇનકાર કરી દીધો છે. હકીકતમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025માં આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળે તેવી શક્યતા હતી, પરંતુ આ છૂટછાટ કાયમી ધોરણે લાગુ કરવામાં આવી નથી.
25 મે 2025ના રોજ 979 જગ્યાઓ માટે UPSC પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવશે. ત્યારે મધ્યપ્રદેશના આદિત્ય નારાયણ પાંડે અને અન્ય લોકો EWS ઉમેદવારો માટે પરીક્ષા માટે વય મર્યાદામાંથી રાહત મળે તેવી માંગણી લઈ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં કોર્ટે આ મુદ્દે વચગાળાના અને અંતિમ એમ બે નિર્ણયો આપ્યા છે. કોર્ટે કેન્દ્રીય OBC ઉમેદવારોની જેમ રાજ્યના OBC ઉમેદવારોને પરીક્ષામાં 9 પ્રયાસો આપવાની માગને નકારી કાઢી છે.
આ અંગે મધ્યપ્રદેશ હાઈકોર્ટે 14 ફેબ્રુઆરીએ એક વચગાળાનો આદેશ આપી ઞઙજઈને નિર્દેશ કર્યો હતો કે, EWS ઉમેદવારોને 5 વર્ષની વય છૂટછાટ અને 9 પ્રયાસોના લાભ સાથે સિવિલ સર્વિસ પરીક્ષા 2025 માટે અરજી કરવાની મંજૂરી આપે. અરજીની છેલ્લી તારીખ (18 ફેબ્રુઆરી 2025) નજીક હતી. તેથી કોર્ટે અરજદારોને તક આપવાનું યોગ્ય માન્યું હતું. જોકે, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ ઉમેદવારોના પરિણામો અને નિમણૂક અંતિમ નિર્ણય પર નિર્ભર રહેશે.
જે બાદ 18 માર્ચે મધ્યપ્રદેશ હાઈકોર્ટે EWS માટે વય મર્યાદામાં છૂટછાટની માગને ફગાવી દીધી છે. કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું હતું કે, DoPT (કર્મચારી અને તાલીમ વિભાગ)ના વર્તમાન કાયદા અને માર્ગદર્શિકામાં EWS માટે આવી છૂટછાટની કોઈ જોગવાઈ નથી. UPSC એ કોર્ટમાં દલીલ કરી હતી.
કે, ઊઠજને સામાન્ય કેટેગરી સાથે સમાન ગણવામાં આવે છે અને અનામત માત્ર આર્થિક આધારો પર આપવામાં આવે છે.UPSC પરીક્ષામાં સામાન્ય અને EWS કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 32 વર્ષ અને 6 પ્રયત્નો જ રહેશે. જ્યારે, ઘઇઈને 35 વર્ષ અને 9 પ્રયાસો અને SC/STને 37 વર્ષ અને અમર્યાદિત પ્રયાસો મળે છે. જો કે આ બાબતને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. ભવિષ્યમાં આ નીતિમાં ફેરફાર શક્ય છે.