For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મૌની રોય હીથ્રો એરપોર્ટ પર વંશીય ભેદભાવનો શિકાર

10:47 AM Apr 30, 2025 IST | Bhumika
મૌની રોય હીથ્રો એરપોર્ટ પર વંશીય ભેદભાવનો શિકાર

મૌની રોયની આગામી ફિલ્મ ભૂતની પહેલી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પૂર્વે મૌની પોતાની ટીમ સાથે ઈંગ્લેન્ડથી ભારત પરત ફરી રહી હતી ત્યારે હીથ્રો એરપોર્ટ પર તેને ખૂબ કડવો અનુભવ થયો હતો. બ્રિટિશ એરવેઝના સ્ટાફ દ્વારા ઉદ્ધત વર્તન અંગે ફરિયાદ કરતા મૌનીએ કહ્યુ હતું કે, ફ્લાઈટમાં બોર્ડિંગ કરવા માટે પણ બે હાથ જોડીને રડી પડી હતી.

Advertisement

મૌની રોય અને તેની ટીમના કેટલાક સભ્યો 11 કલાકની મુસાફરી કરીને હીથ્રો એરપોર્ટ પહોંચ્યા હતા. તેની ટીમના અન્ય સભ્યોની ફ્લાઈટ અલગ હતી. તેથી મૌનીએ ફરજ પરના અધિકારીને ટીમના ચાર સભ્યોને પોતાની જ ફ્લાઈટમાં ટિકિટ આપવા વિનંતી કરી હતી. મૌનીએ એક્સ્ટ્રા પેમેન્ટની તૈયારી બતાવી હતી, પરંતુ ફરજ પરના માણસે તોછડાઈથી વાત કરી હતી અને મૌનીનો ફ્લાઈટમાં જવાનો વિચાર છે કે નહીં? તેમ કહી ઉતારી પાડી હતી.

મૌનીએ એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટમાં જણાવ્યુ હતું કે, નજીકમાં ઊભેલી મહિલાઓમાંથી કોઈએ અમને સપોર્ટ કર્યો ન હોતો. જો કે તેમના કારણે જ ફ્લાઈટમાં બોર્ડ કરી શક્યા હતા તેવુ મને લાગે છે. પેલા ભયંકર માણસના હાથાં હોત તો અમારી ફ્લાઈટ મિસ થઈ જાત અને તે ખુશ થઈને હસતો હોત. આ મામલે કાર્યવાહી થવી જોઈએ. મહિલાઓ માટે અને અન્ય દેશના લોકો માટે, જેઓ સોશિયલ મીડિયા પર નથી, તેમના માટે પણ આ બાબત ધ્યાને લેવાવી જોઈએ. મૌનીએ પોતાની આ પોસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement