મા મને કોઠીમાંથી કાઢ: રોકાણકારોની હાલત કફોડી
ફુગાવાની અસર અને વૈશ્વિક મંદીના ડરથી, નાણાકીય બજારો અસ્તવ્યસ્ત થઈ ગયા છે. ઘણા વૈશ્વિક ઇક્વિટી બજારો ગયા અઠવાડિયે ઊંડા નુકસાન સાથે બંધ થયા હતા, જે કોવિડ રોગચાળા પછીનું સૌથી ખરાબ સપ્તાહ હતું. ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક, સેન્સેક્સ અને નિફ્ટી ગયા અઠવાડિયે 6% થી વધુ ઘટ્યા હતા આજે બજારની અફડાતફડી ચાલુ રહી, રંગમાં ખુલ્યા. આ તમામ ટેરિફ વોર અને માર્કેટ કરેક્શન વચ્ચે રોકાણકારો ચિંતિત છે અને સેફ-હેવન એસેટ્સમાં સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે. આવા વાતાવરણમાં, સામાન્ય રોકાણકારો આ પ્રશ્નોથી સૌથી વધુ પરેશાન છે. કેટલાક નિષ્ણાંતો સોનાને હજુ પણ હાલના સંજોગોમાં સલામત વિકલ્પ માને છે. પણ ઐતિહાસિક ટોચ બનાવી ચૂકેલી આ પીળી ધાતુ નજીકના ભવિષ્યમાં કેટલુ વળતર આપશે તે કહી શકાય નહીં.
સોમવારે સોનાની કિંમત 1% થી વધુ ઘટીને ઔસના 3,000 ડોલરની નીચે ટ્રેડ થઈ હતી. હાલમાં કિંમત થોડી વધી છે. પણ શુક્રવારના બંધ કરતાં નીચે 3,023 ડોલરની આસપાસ સતત વેપાર કરે છે. છેલ્લા 12 મહિનામાં સોનું 28% વધ્યું છે. ભારતમાં આજે સોનાનો ભાવ 90,380 રૂૂપિયા છે.
છેલ્લા એક સપ્તાહમાં વૈશ્વિક સ્તરે ઇક્વિટીમાં જે રીતે તીવ્ર વેચવાલી જોવા મળી છે તે જોયા પછી કોઈપણ રોકાણકાર નર્વસ થાય તે સ્વાભાવિક છે, પરંતુ યાદ રાખો - આ કાયમ માટે નથી. શેરબજારની દુનિયામાં પતન અને ઉદય એ જ રીતે રાત પછી દિવસ છે. જેઓ રાહ જોવાની રમત રમે છે અને ધીરજ રાખે છે તેઓને અંતે ફાયદો થાય છે. જો તમે આજે ગભરાઈને બધું વેચો છો, તો કાલે જ્યારે બજાર સુધરશે, ત્યારે તમને સૌથી વધુ પસ્તાવો થશે. યાદ રાખો, તમે એક મહિના કે છ મહિનાના લક્ષ્ય સાથે બજારમાં પ્રવેશ્યા નથી. તમારું રોકાણ 3 વર્ષ કે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે છે. તો પછી તમારે વર્તમાન પતન વિશે શા માટે ચિંતા કરવી જોઈએ? ઘટી રહેલા માર્કેટમાં જઈંઙ રોકવી એ સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. જ્યારે બજાર ડાઉન હોય છે, ત્યારે તમને સમાન રકમ માટે વધુ એકમો મળે છે - તેનો અર્થ એ કે તમે સસ્તા ભાવે ખરીદી કરી રહ્યા છો. આ વેચાણમાં ખરીદી કરવા જેવું છે. લાંબા ગાળે આ એકમો સારો નફો આપે છે.
જ્યારે બજાર ઘટે છે, ત્યારે સૌથી સામાન્ય પ્રતિક્રિયા છે - બધું વેચો પરંતુ આ ઘણીવાર સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. તમે જે કિંમતે ખરીદી કરી હતી તેના કરતાં ઓછી કિંમતે વેચાણ કરીને તમે વાસ્તવિક ખોટ કરો છો. થોડી રાહ જુઓ, શ્વાસ લો, પછી વિચારો.શેરબજારમાં ઘટાડો ડિસ્કાઉન્ટ સેલ જેવો છે. જે સ્ટોક પહેલા મોંઘા હતા તે હવે સસ્તામાં ઉપલબ્ધ છે. જો તમે જોખમ લેવા તૈયાર છો અને તમારી પાસે ફાજલ નાણાં છે, તો લાંબા ગાળા માટે રોકાણ શરૂૂ કરવાની આ સારી તક હોઈ શકે છે. જો દરરોજ બજાર જોવાથી તમને કંટાળો આવે છે અથવા તમે રાત્રે ઊંઘી શકતા નથી, તો કદાચ તમે તમારી ક્ષમતા કરતાં વધુ જોખમ લીધું છે. રોકાણ એવું હોવું જોઈએ કે તેનાથી મનને શાંતિ મળે, બેચેની નહીં. જો જરૂૂરી હોય તો, ઇક્વિટીમાં ઘટાડો કરો, સંતુલિત ભંડોળ અથવા ડેટ સાધનોનો સમાવેશ કરો.