For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાત કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ, નવો માઇલસ્ટોન

11:05 AM Aug 01, 2024 IST | Bhumika
સાત કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ  નવો માઇલસ્ટોન
Advertisement

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ પૂરી થઈ ગઈ છે. આવકવેરા વિભાગે માહિતી આપી હતી કે બુધવારે સાંજે 7 વાગ્યા સુધી 7 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. જેમાંથી 31મી જુલાઈના રોજ એક જ દિવસમાં 50 લાખથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.વિભાગે તમામ લોકોને જલદી રિટર્ન ફાઈલ કરવા અપીલ કરી છે. આ માઈલસ્ટોન બનાવવા બદલ કરદાતાઓનો પણ આભાર માન્યો હતો.

આકારણી વર્ષ 2024-25 અને નાણાકીય વર્ષ 2023-24 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ દ્વારા અપીલ કરી છે કે જો તમે દંડથી બચવા માંગતા હો, તો શક્ય તેટલી વહેલી તકે ITR ફાઇલ કરો. દરમિયાન, લોકો આવકવેરા રિટર્ન ફાઇલિંગ પોર્ટલની મંદી અંગે પણ ફરિયાદ કરી રહ્યા છે.

Advertisement

આવકવેરા વિભાગે કહ્યું છે કે આ વર્ષે ઈંઝછ ફાઇલિંગનો નવો રેકોર્ડ બન્યો છે. ગયા વર્ષે 31 જુલાઈ સુધી 6.77 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે આ આંકડો 7 કરોડને વટાવી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement