For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચારધામ યાત્રા અંતિમ તબક્કામાં 41 લાખથી વધુ યાત્રિકો આવ્યા

04:53 PM Oct 16, 2024 IST | admin
ચારધામ યાત્રા અંતિમ તબક્કામાં 41 લાખથી વધુ યાત્રિકો આવ્યા

3થી 17 નવેમ્બર વચ્ચે ચારધામના દરવાજા બંધ થશે

Advertisement

ઉત્તરાખંડમાં આ સિઝનમાં ચારધામની યાત્રાએ જનારા તીર્થયાત્રીઓની સંખ્યા મંગળવારે 41 લાખને પાર કરી ગઈ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ચારધામ યાત્રા પ્રબંધન અને નિયંત્રણ સંસ્થાએ જણાવ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 41,13081 તીર્થયાત્રીઓએ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિતના ચારધામ મંદિરોની મુલાકાત લીધી છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારાને જોતા સરકારે આવતા વર્ષે યાત્રાની વ્યવસ્થાને વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

સત્તાવાર માહિતી અનુસાર, સોમવારે 23,649 શ્રદ્ધાળુઓએ આ મંદિરોની મુલાકાત લીધી હતી જ્યારે મંગળવારે આ સંખ્યા 26,726 હતી. ચારધામ યાત્રાનો અંતિમ તબક્કો શરૂૂ થયો છે. અંતિમ તબક્કા હેઠળ, કેદારનાથ અને યમુનોત્રીના દરવાજા 3 નવેમ્બરે, ગંગોત્રીના દરવાજા 2 નવેમ્બરે અને બદ્રીનાથના દરવાજા 17 નવેમ્બરે બંધ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement