100થી વધુ વિદેશી એપ્લિકેશન બ્લોક
કેટલીક એપ્લિકેશન્સ સિંગાપોર, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલી છે
ભારત સરકારે ગૂગલ પ્લે સ્ટોરને 119 વિદેશી એપ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આમાંની મોટાભાગની વિડિઓ અને વોઇસ ચેટ એપ્લિકેશનો છે અને ચીન અને હોંગકોંગ સાથે જોડાયેલી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આઇટી એક્ટની કલમ 69અ હેઠળ આ સંદર્ભમાં આદેશો જાહેર કર્યા છે. આ કલમ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા માટે ખતરો ઉભો કરી શકે તેવી સામગ્રી અથવા પ્લેટફોર્મને અવરોધિત કરવાની સત્તા આપે છે.
સરકારે ગૂગલ પ્લે સ્ટોરને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે તેમાંથી કેટલીક એપ્સ સિંગાપોર, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયા વગેરે સાથે પણ જોડાયેલી છે. આદેશ છતાં અત્યાર સુધીમાં 119 એપ્સમાંથી માત્ર 15 જ દૂર કરવામાં આવી છે અને બાકીની હજુ પણ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આમાંની કેટલીક એપ્સના ડેવલપર્સે કહ્યું છે કે તેમને ગુગલ દ્વારા આ વિશે જાણ કરવામાં આવી છે અને તેઓ આ સમસ્યાના ઉકેલ માટે ભારત સરકાર સાથે કામ કરવા તૈયાર છે. જે એપ્સ બ્લોક કરવામાં આવશે તેમાં ઈવફક્ષલઆા, ઇંજ્ઞક્ષયુઈફળ અને ઈવશહહઈવફનિોં સમાવેશ થાય છે.
2020 ચીન સાથે તણાવ વધ્યા પછી ભારત સરકારે ચીની એપ્સ સામે કડક કાર્યવાહી કરી હતી. સરકારે અલગ અલગ આદેશો જાહેર કરીને 100 થી વધુ ચાઇનીઝ એપ્સને બ્લોક કરી હતી. આમાં ઝશસઝજ્ઞસ, ઞઈ બ્રાઉઝર અને ઙઞઇૠ જેવી એપ્સનો સમાવેશ થતો હતો. જોકે, આમાંથી કેટલાક એપની વાપસી થઇ છે.