દેશમાં 7 ટકા વધુ વરસાદ સાથે કાલથી ચોમાસાની વિદાયની શરૂઆત
સરેરાશ કરતાં 9 દિવસ પહેલાં સમગ્ર દેશને આવરી લેનારું ચોમાસું ઓણ સાલ બે દિવસ વહેલાં પીછેહટ કરશે: સરેરાશ કરતાં વધુ વરસાદની આગાહી સાચી પડી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 15 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી વિદાય લેવાનું શરૂૂ કરશે. શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં, IMD એ જણાવ્યું હતું કે, 15 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાના વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. સામાન્ય રીતે નૈઋત્વનું ચોમાસુ 17 સપ્ટેમ્બરથી વિદાય લેવાની શરૂઆત કરે છે તે જોતાં આ વખતે બે દિવસ વહેલું છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશ કરે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં પહોંચે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાંથી તેનું વિદાય 17 સપ્ટેમ્બરની આસપાસ શરૂૂ થાય છે અને 15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી વિદાય લે છે. આ વર્ષે ચોમાસાએ 8 જુલાઈની સામાન્ય તારીખથી નવ દિવસ પહેલા સમગ્ર દેશને આવરી લીધો હતો. 2020 પછી સમગ્ર દેશને આવરી લેનાર આ સૌથી પહેલું ચોમાસુ હતું, જ્યારે ચોમાસુ 26 જૂન સુધીમાં પહોંચ્યું હતું. ચોમાસુ 24 મેના રોજ કેરળ પહોંચ્યું હતું, 2009 પછી પહેલી વાર ચોમાસુ આટલું વહેલું પહોંચ્યું હતું. અત્યાર સુધીમાં, દેશમાં 836.2 મીમી વરસાદ પડ્યો છે, 778.6 મીમી સામાન્ય વરસાદ કરતાં સાત ટકા વધુ છે. ઉતર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા 7.4 ટકા વધુ એટલે કે 720.4 મીમી વરસાદ પડયો છે.
મે મહિનામાં, IMD એ આગાહી કરી હતી કે જૂન-સપ્ટેમ્બર ચોમાસાની ઋતુ દરમિયાન ભારતમાં લાંબા ગાળાના સરેરાશ 87 સેમી વરસાદના 106 ટકા વરસાદ થવાની સંભાવના છે.
આ 50 વર્ષની સરેરાશના 96 થી 104 ટકા વચ્ચેનો વરસાદ સામાન્ય માનવામાં આવે છે. દેશના કૃષિ ક્ષેત્ર માટે ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે લગભગ 42 ટકા વસ્તી માટે આજીવિકાનો આધાર છે. કૃષિ ક્ષેત્ર GDPમાં 18.2 ટકા ફાળો આપે છે. તે પીવાના પાણી અને વીજળી ઉત્પાદન માટે જરૂૂરી જળાશયો ભરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચાલુ વર્ષના ચોમાસાએ પશ્ચિમથી પૂર્વ સુધી હિમાલયના રાજ્યોમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે.
ચાલુ મોસમમાં પહાડી રાજ્યોમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, પૂરથી તારાજી સર્જાઇ
ભારતીય હવામાન વિભાગે આવતીકાલથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પશ્ચિમ રાજસ્થાનથી વિદાયની શરૂઆત થવાની આગાહી કરી છે. છેલ્લા 50 વર્ષોમાં ચોામસાનો સમયગાળો દરેક દાયકામાં 1.6 દિવસ લંબાયાનું એક અભ્યાસમાં જણાવ્યું છે. ચાલુ વર્ષનું ચોમાસુ હિમાચલ, ઉતરાખંડ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદથી ભુસ્ખલન, વાદળ ફાટવાથી પુર જેવી ઘટનાઓના કારણે યાદ રહેશે. હિમાચલમાં આ સિઝનમાં સામાન્ય કરતા 43 ટકા વધુ વરસાદ પડયો છે. જોક ે ઉતર-પુર્વ ના કેટલાક રાજયોમાં વરસાદની ખાધ રહી છે.