For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આ વર્ષે ચોમાસું ટનાટન, અલનીનોની અસર જૂન સુધીમાં ખતમ

06:40 PM Feb 12, 2024 IST | Bhumika
આ વર્ષે ચોમાસું ટનાટન  અલનીનોની અસર જૂન સુધીમાં ખતમ

હવામાન વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ 2023નું વર્ષ ગરમ હવામાનવાળું વર્ષ રહ્યાં બાદ હવે અલ નીનોની દશા આ વર્ષે જૂન સુધીમાં ખતમ થઈ જશે જેના કારણે આ વખતે મોનસૂનમાં સારો વરસાદ પડશે તેવી શક્યતા વધી ગઈ છે. ઓછામાં ઓછા બે વૈશ્વિક જળવાયુ એજન્સીઓએ ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે દુનિયાભરના હવામાનને પ્રભાવિત કરનાર અલ નીનો નબળું પડવાનું શરુ થઈ ગયું છે અને ઓગસ્ટ સુધી લા નીનોની સ્થિતિ બનવાની શક્યતા છે.
અલ નીલો, ભૂમધ્યરેખા પ્રશાંત મહાસાગરના જળને ગરમ થવાની પ્રક્રિયા છે. ઘટનાક્રમ પર નજર રાખનાર ભારતના હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું કે- જૂન-ઓગસ્ટ સુધીમાં લા નીનાની સ્થિતિ બનશે જેનો અર્થ એ છે કે આ વર્ષે મોનસૂનમાં વરસાદ ગત વર્ષનુ તુલનાએ ઘણો સારો થશે.

Advertisement

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવને કહ્યું કે- જૂન-જુલાઈ સુધીમાં લા નીનાની સ્થિતિ બનવાની શક્યતા છે.તેમણે કહ્યું- જો અલ નીનો, ઈએનએસઓ ન્યૂટ્રલ સ્થિતિઓમાં પરિવર્તિત થઈ ગયું તો પણ આ વર્ષે મોનસૂન ગત વર્ષની તુલનાએ સારું જ રહેશે. ભારતમાં પડતા વરસાદમાં લગભગ 70 ટકા દક્ષિણ-પશ્ચિમ મોનસૂનથી થાય છે જે કૃષિ ક્ષેંત્ર માટે મહત્વપૂર્ણ છે. આ જીડીપીમાં લગભગ 14 ટકા ટકા અને દેશની 1.4 અબજ વસતિમાં અડધાથી વધુ રોજગારી આપે છે.

અમેરિકાના રાષ્ટ્રીય સમુદ્રી અને વાયુ મંડળીય પ્રશાસને ગત સપ્તાહેકહ્યું હતું કે- આ વર્ષે 79 ટકા શક્યતા છે કે અલ નીનો એપ્રિલ-જૂન સુધી ઈએનએસઓ-ન્યૂટ્રલમાં પરિવર્તિત થઈ જશે. અને જૂન-ઓગસ્ટમાં લા નીના વિકસિત થવાની 55 ટકા સંભાવના છે.

Advertisement

યુુરોપિયન સંઘની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસે પુષ્ટિ કરી છે કે- અલ નીનો નબળું પડવા લાગ્યું છે. લા નીના, અલ નીનોનું ચક્રિય પ્રતિરુપ છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડી શિવાનંદ પઇએ કહ્યું- હજુ, અમે નિશ્ચિત રીતે કંઈ જ ન કહી શકીએ. કેટલાંક મોડલ, લા નીનાના સંકેત આપે છે જ્યારે કેટલાંક ઈએનએસઓ-ન્યૂટ્રલ દશાઓના સંકેત આપે છે. જો કે તમામ મોડલ અલ નીનો સમાપ્ત હોવાના સંકેત આપે છે. એનઓએએએ કહ્યું કે- મજબૂત અલ નીનો પ્રોજેક્ટ બાદ લા નીનાની પ્રવૃત્તિ રહી છે. ઈએ કહ્યું કે- તે માનતા કે અલ નીનો 2024ની પહેલા છ માસિક સુધી યથાવત રહેશે, વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠને પહેલા પૂર્વાનુમાન કર્યું હતું કે વર્ષ 2023થી અધિક ગરમી પડશે. તેમણે કહ્યું કે- જો લા નીના વિકસિત થશે તો હાલનું વર્ષ 2023થી વધુ ગરમ નહીં હોય. ભારતીય ઉષ્ણકટિબંધીય મૌસમ વિજ્ઞાન સંસ્થાના જળવાયુ વૈજ્ઞાનિક રોક્સી મેથ્યૂ કોલે કહ્યું કે- નવીનતમ પૂર્વાનુમાન જૂન સુધી લા નીનામાં પરિવર્તનના સંકેત આપે છે, જેના પરિણામસ્વરુપ સમય પર અને મોનસૂનમાં સારો વરસાદ પડી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement