For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શરાબ નીતિ કેસમાં ભાજપ તરફ પણ પૈસાનું પગેરું: આતિશી

05:46 PM Mar 23, 2024 IST | Bhumika
શરાબ નીતિ કેસમાં ભાજપ તરફ પણ પૈસાનું પગેરું  આતિશી
  • ઓરબિંદો ફાર્માના રેડ્ડીએ પહેલાં આપને પૈસા આપ્યાનો ઇનકાર કર્યો’તો, પછી કેજરીવાલ વિરૂદ્ધ નિવેદન આપ્યું

આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કસ્ટડીમાં રિમાન્ડ કર્યાના એક દિવસ પછી, પાર્ટીના નેતા આતિશીએ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આબકારી સાથે જોડાયેલી કંપનીઓ પાસેથી ચૂંટણી બોન્ડના સ્વરૂૂપમાં દાન લેવાનો આરોપ લગાવ્યો હતો. શનિવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, આતિશીએ કહ્યું: દિલ્હીમાં નવી આબકારી નીતિ હેઠળ, અરબિંદો ફાર્માના માલિક શરત ચંદ્ર રેડ્ડીને દારૂૂ વેચવા માટે કેટલાક ઝોન મળ્યા છે. તેમની પાસે અઙક હેલ્થકેર અને ઊઞૠઈંઅ ફાર્મા પણ છે. 9 નવેમ્બરના રોજ શરત ચંદ્ર રેડ્ડીએ નિવેદન આપ્યું હતું કે તેમણે ન તો અરવિંદ કેજરીવાલને, ન તો વિજય નાયરને, ન તો અન્ય કોઈ આપ નેતાને પૈસા આપ્યા હતા. બીજા જ દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી. થોડા મહિનાઓ પછી, શરત રેડ્ડીનું નિવેદન કેજરીવાલજી વિરુદ્ધ થઈ ગયું અને થોડા મહિનામાં જ તેમને જેલમાંથી જામીન મળી ગયા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement