For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોહન યાદવ બન્યા મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

05:32 PM Dec 11, 2023 IST | Bhumika
મોહન યાદવ બન્યા મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી  ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

છત્તીસગઢની જેમ મધ્યપ્રદેશની ગાદી પણ નવા ચહેરાને સોપવામાં આવી છે. મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ હશે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. ભોપાલમાં બીજેપીના પ્રદેશ કાર્યાલયમાં પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. મોહન યાદવ ઓબીસી શ્રેણીમાંથી આવે છે. શિવરાજ સિંહે મોહન યાદવના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો.

Advertisement

બે ડેપ્યુટી સીએમ હશે - જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લા. જગદીશ દેવરા મંદસૌર જિલ્લાના મલ્હારગઢથી ધારાસભ્ય છે. દેવરા એસસી શ્રેણીમાંથી આવે છે. જ્યારે રાજેન્દ્ર શુક્લા રીવા સીટથી ધારાસભ્ય છે. બ્રાહ્મણ વર્ગમાંથી આવે છે.નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર હશે. તોમર મોરેના જિલ્લાની દિમાની સીટના ધારાસભ્ય છે.

બેઠકમાં સુપરવાઈઝર મનોહર લાલ ખટ્ટર (CM હરિયાણા), ડૉ.કે. લક્ષ્મણ (રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપ ઓબીસી મોરચા) અને આશા લાકરા (રાષ્ટ્રીય સચિવ ભાજપ) હાજર રહ્યા હતા.

Advertisement

ભાજપ ધારાસભ્ય દળની બેઠક પહેલા તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું ફોટો સેશન થયું હતું. જેમાં મોહન યાદવ સામેથી ત્રીજી હરોળમાં બેઠા હતા. ફોટો સેશન પછી મીટીંગ શરૂ થઈ. જેમાં સીએમ તરીકે મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી હતી.

મોહન યાદવે કહ્યું- હું પાર્ટીનો નાનો કાર્યકર છું

મુખ્યમંત્રી તરીકે પોતાના નામની જાહેરાત બાદ મોહન યાદવે કહ્યું કે હું પાર્ટીનો નાનો કાર્યકર છું. તેમના પ્રેમ અને સમર્થન માટે રાજ્ય નેતૃત્વ અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર. હું મારી જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવીશ.

Advertisement
Tags :
Advertisement
Advertisement