For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદીની શીખ ઝાંપા સુધી: સંસદના શિયાળુ સત્રનો હંગામેદાર પ્રારંભ

04:08 PM Dec 01, 2025 IST | Bhumika
મોદીની શીખ ઝાંપા સુધી  સંસદના શિયાળુ સત્રનો હંગામેદાર પ્રારંભ

Advertisement

દેશભરમાં નારેબાજી કરો પણ સંસદમાં નિતી ઉપર ચર્ચા કરવા મોદીએ આહ્વાન ર્ક્યુ હતું

પ્રથમ દિવસે જ વિપક્ષે મતદાર યાદી સુધારણા અને અન્ય મામલા ઉઠાવતા ધમાલ, કાર્યવાહી વારંવાર સ્થગિત: તમાકુ, ગુટકા પર એકસાઇઝ સેસ નાખવા બે ખરડા રજુ

Advertisement

અપેક્ષા મુજબ જ સંસદમાં આજથી શરૂ થયેલા શિયાળુ સત્રનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને પોતાની હતાશામાંથી બહાર આવવા અને સંંસદમાં ડ્રામા નહી પણ ડિલીવરી પર ધ્યાન આપવા વિનંતી કરી હતી. પરંતુ કામકાજના પ્રારંભથી જ વિપક્ષોએ મતદાર યાદી સુધારણા અને અન્ય મામલે ચર્ચાનો આગ્રહ રાખતા લોકસભા પ્રથમ બપોરે 12 સુધી અને પછી બે વાગ્યા સુધી મુલતવી રખાઇ હતી. વિપક્ષોના વિક્ષેપ વચ્ચે નાણાપ્રધાન નિર્મલા સિતારામણે લોકસભામાં તમાકુ, અને તમાકુ ઉત્પાદનો પર એકસાઇઝ ડયુટી અને પાન-મસાલા પર નવો સેસ નાખવા બે બિલ રજુ કર્યા હતા. આ ઉપરાંત આજે મણીપુર જીએસટી સુધારા ખરડો પણ પસાર કરવામાં આવ્યો હતો.

શિયાળુ સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. સત્ર તોફાની રહેવાની ધારણા છે. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નવી FIR પર કોંગ્રેસ ગુસ્સે છે. વધુમાં, દેશમાં ચાલી રહેલી SIRપ્રક્રિયા અંગે ગરમાગરમ ચર્ચા થઈ શકે છે. 12 રાજ્યોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે વિપક્ષે સંસદમાં સરકારને ઘેરવાની યોજના બનાવી છે. વધુમાં, તેમણે દિલ્હી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટો અને દિલ્હી-NCRમાં બગડતી પ્રદૂષણની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી છે, જેનાથી તોફાની સત્રની શક્યતા પહેલથી જ વધી ગઈ હતી.

બીજી તરફ સંસદના સત્રના પ્રારંભ પહેલા મીડિયા સાથે વાતચીત કરતાં વડાપ્રધાન મોદીએ વિપક્ષને ચૂંટણીઓનો પરાજય ભૂલી બહાર આવવા અને સંસદમાં નારેબાજી કરવાને બદલે નીતિઓ ઉપર ચર્ચા કરવા અપીલ કરી હતી. પી.એમ. મોદીએ જણાવ્યું હતું કે વિપક્ષો ડ્રામેબાજી નહીં પણ ડિલેવરી કરે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે વિપક્ષ ઇચ્છે તો તેઓ પર્ફોમ્નસ માટે ટીપ્સ આપવા તૈયાર છે.

ગુટખા અને પાન મસાલા પર સરકારે કડક કાર્યવાહી કરવા નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન કુલ 15 બેઠકો થશે. સરકારનું ધ્યાન 14 બિલ પસાર કરવા પર છે. સરકાર નાદારી કાયદો, વીમા કાયદો, સિક્યોરિટીઝ માર્કેટ, કોર્પોરેટ કાયદો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, ઉચ્ચ શિક્ષણ આયોગ, અણુ ઊર્જા, ૠજઝ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સેસ સંબંધિત બિલ રજૂ કરશે.

મોદીના પ્રશંસક શશી થરૂર કોંગ્રેસની બેઠકોમાં ગેરહાજર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂૂર ફરી એકવાર મહત્વપૂર્ણ કોંગ્રેસની બેઠકમાંથી ગેરહાજર રહ્યા. તેમણે અગાઉ એક દિવસ પહેલા જ પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપી હોવા છતાં, જઈંછ સંબંધિત બેઠક છોડી દીધી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂૂર છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી દૂર રહેતા જોવા મળ્યા છે. તેમણે વારંવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મોદી સરકારના નિર્ણયોની પ્રશંસા કરી છે. તેમણે તાજેતરમાં સ્વાસ્થ્ય કારણોસર જઈંછ સામે રણનીતિ બનાવવા માટે બોલાવવામાં આવેલી કોંગ્રેસની બેઠક પણ ચૂકી ગયા હતા. તેઓ સંસદના શિયાળુ સત્ર માટેની રણનીતિ સંબંધિત બેઠકમાંથી પણ ગેરહાજર રહ્યા હતા. જો કે તેમણે ખુલાસો કર્યો હતો કે તેઅ તેમની 90 વર્ષની માતાની ખબર કાઢવા ગયા હતા એટલે હાજર રહી શકયા ન હોતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement