મોદીની રક્ષા સચિવ સાથે બેઠક: પાક. સામેની બ્લુ પ્રિન્ટ તૈયાર
03:41 PM May 05, 2025 IST | Bhumika
પહેલગામ આતંકવાદી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. આ દરમિયાન, ભારત પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માટે મોટી તૈયારીઓ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
Advertisement
નોંધનીય છે કે વડાપ્રધાન આ અગાઉ નૌકાદળ અને હવાઇ દળના વડા સાથે મુલાકાત કરી ચુકયા છે. એ ઉપરાંત્ત તે કેન્દ્રીય કેબીનેટની સુરક્ષા સમિતિની બે વાર બેઠક બોલાવી ચુકયા છે. વડાપ્રધાને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે પણ વ્યક્તિગત મુલાકાત કરી હતી. કેન્દ્રીય કેબીનેટની આર્થિક બાબતોની બેઠકમાં પણ સિંધુ નદીનો પ્રવાહ પાક.માં જતો અટકાવવા નિર્ણયો લેવાયા હતા. વડાપ્રધાન લગભગ દરરોજ પાકિસ્તાન સામેની લશ્કરી અને અન્ય કાર્યવાહી કરવાની બ્લુપ્રિન્ટ નક્કી કરવા તજજ્ઞોને અને વરિષ્ઠ પ્રધાનોને મળી રહ્યા છે.
Advertisement
Advertisement