For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અયોધ્યામાં મોદીનો ભવ્ય રોડ શો, રેલવે સ્ટેશન-એરપોર્ટનું લોકાર્પણ

11:31 AM Dec 30, 2023 IST | Bhumika
અયોધ્યામાં મોદીનો ભવ્ય રોડ શો  રેલવે સ્ટેશન એરપોર્ટનું લોકાર્પણ

15 કિ.મી.ના રોડ-શો દરમિયાન વેદપાઠીઓના શંખનાદ વચ્ચે સંતો-મહંતો દ્વારા સ્વાગત: વંદે ભારત, અમૃત ભારત સહિત આઠ ટ્રેનોને લીલીઝંડી: જંગી રેલીને સંબોધન

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રામનગરીને રેલવે સ્ટેશન તથા એરપોર્ટની ભેટ સાથે જુદાજુદા 16000 કરોડ રૂપિયાના પ્રોજેકટનો શિલાન્યાસ- લોકાર્પણ કર્યા હતા. તેમણે એ પહેલા એરપોર્ટથી અયોધ્યા ધામ સુધી 15 કિલોમીટરનો રોડ-શો કર્યો હતો.

વડાપ્રધાન આજે સવારે આવી પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીતનાં નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તે સીધા અયોધ્યાધામ રેલવે સ્ટેશને રોડ શો કરી ગયા હતા.
મોદી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પર લગભગ અડધો કલાક રોકાયા હતા. રોડ શોને ખાસ બનાવવા માટે થાઈલેન્ડ, મલેશિયા, કોલકાતા, બેંગલુરુ, દેહરાદૂન, ઉત્તરાખંડ અને દિલ્હીથી ફૂલો અને આગરાના પાંદડા લાવવામાં આવ્યા છે. રોડ શો દરમિયાન 51 જગ્યાએ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમાંથી 12 સ્થળોએ સંતો-મહંતો તેમનું સ્વાગત કરાયું હતું. રોડ શો દરમિયાન અયોધ્યાના લોકો, ઋષિ-મુનિઓ અને વેદપાઠીઓ શંખના ફૂંક વચ્ચે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

Advertisement

21 સંસ્કૃત શાળાઓના 500 વૈદિક વિદ્યાર્થીઓ વેદ મંત્રો દ્વારા રોડ શોને વિશેષ બનાવ્યું હતું. રેલ્વે સ્ટેશન પર નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા સાથે પીએમ મોદી છ વંદે ભારત અને બે અમૃત ભારત સહિત આઠ ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી.

રેલવે સ્ટેશન પર ભેટ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12.30 વાગ્યે એરપોર્ટ પરત ફર્યા હતા. જ્યાં એરપોર્ટનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે નજીકના મેદાનમાં જનસભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદી જે યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું તેમાં રામપથ, ધરમ પથ, ભક્તિ પથ અને એનએચ-27 બાયપાસથી રામ જન્મભૂમિ હાઇવે અને બડી બુઆ રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિનું પ્રતિષ્ઠાન કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement