આગામી 10 વર્ષ સુધી મોદી વડાપ્રધાન રહેશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, ભાજપ સરકાર સારા કામોના કારણે છેલ્લા 10 વર્ષથી સત્તામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દસ વર્ષ સુધી દેશના પીએમ રહેશે તેવો દાવો પણ કર્યો હતો. તેમને આગમી 10 વર્ષના રાજકીય પરિસ્થિતિ વિશે પૂછવામાં આવતા અમિત શાહે કહ્યું હતું કે, હાલમાં દેશની લોકશાહી ખૂબ જ ઉર્જાવાન અને તાકાતવાર છે.
અમિત શાહે કહ્યું કે, પહેલા પ્રજાનો મિજાજ અને જનાદેશ જાતિ, સંપ્રદાય, ધર્મ અને લઘુમતી તુષ્ટિકરણના આધારે થતો હતો. જ્યારે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ પ્રદર્શન આધારિત રાજકારણનો નવો ચીલો સ્થાપિત કર્યો છે. હવે જનતા સત્તામાં રહેલા કોઈપણ પક્ષને ત્યારે જ તક આપે છે જ્યારે તે સારું કામ કરે છે. ગૃહમંત્રીએ કહ્યું કે અમે સારું કામ કર્યું છે, અમે સત્તામાં રહીશું. જો આપણે આપણી ખામીઓ અને કમીઓ દૂર નહીં કરીએ તો આપણે જીતીશું નહીં. હું તમને આગામી 10 વર્ષ વિશે કહી શકું છું કે, પીએમ મોદી દેશના વડાપ્રધાન રહેશે.
અમિત શાહએ કહ્યું કે, પ્રધાનંત્રીએ 40 વર્ષથી દેશના લોકોની સેવા કરી રહ્યાં છે. તેઓ છેલ્લા 23 વર્ષથી ક્યારેક મુખ્યમંત્રી તો અત્યારે વડાપ્રધાન પદ પર છે. અમે ક્યારે તેમણે રજા લેતા નહી જોયા. મેં વડાપ્રધાન મોદીને સવારે પાંચ વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યા સુધી સતત કામ કરતા જોયા છે. આ જ કારણ છે તેમની પાછળ એટલા લોકો જોડાવાનું, સાથો સાથ પ્રધાનમંત્રી પર ક્યારેય ભ્રષ્ટ્રાચારનો આરોપ નહી લાગ્યો.