For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદી શાસનને સોમવારે 23 વર્ષ થશે પૂર્ણ

06:07 PM Oct 05, 2024 IST | Bhumika
મોદી શાસનને સોમવારે 23 વર્ષ થશે પૂર્ણ
Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનકાળ, પ્રજાલક્ષી સેવાના કાર્યકાળના 23 વર્ષ તા. 07-10-2023ના પૂરા થાય છે. તા. 07-10- 2001ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા બાદ, ગુજરાત અને દેશમાં સતત 23 વર્ષ સુધી "સુશાસન કરનારા તેઓ એકમાત્ર રાજપુરુષ છે.

મા ભારતી કાજે પાંચ કરોડ ગુજરાતીઓના હિત માટે, સેવા માટે તા. 07-10-2001થી સમર્પિત થયેલા નરેન્દ્રભાઈ મોદી 2014 પછી 135 કરોડ ભારતીયોના "હિત રક્ષક, સુખાકારી રક્ષક", અને પ્રગતિ દર્શક બની રહ્યાં છે.7મી ઓક્ટોબર 2001ના રોજ ગાંધીનગરના હેલીપેડ મેદાન પરના ભવ્ય અને ઐતિહાસિક સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ધૂરા સંભાળનારા નરેન્દ્રભાઈ મોદીએ સતત 23-23 વર્ષથી એકપણ રજા લીધા વિના, એક અદના "સેવક તરીકે ગુજરાતભરની જનતાના સહયોગી રહ્યાં છે.ગુજરાતના મુખ્યસેવક તરીકે એમણે જ્યારે જવાબદારી સંભાળી કે તુરંત જ, ત્યારે 2001ના ભયાનક ભૂકંપમાં ધ્વંશ થઈ ગયેલી માળખાકીય સુવિધા, આર્થિક વ્યવસ્થા અને જનમાનસને વ્યથિત કરતાં ભૂકંપની ભયાનકતા જીરવતા ગુજરાતને ફરી બેઠું જ નહીં પણ દોડતું કરવાનું પ્રણ લીધું અને પછી તો તેમની દૂરંદેશી, સમર્પણ અને કોઠાસૂઝને કારણે તેમણે આફત ને અવસર"માં પલટાવી દીધી અને ખરેખર ગુજરાતને VIBRANT મોડ પર લાવી દીધું.માત્ર, કામચલાઉ થાગડ-થીગડ નહીં પરંતુ દૂરંદેશી સાથે લાંબાગાળાના આયોજન સાથે ગુજરાતને તેમણે એક MODEL STATE નું STATUS પ્રદાન કર્યું.

Advertisement

પ્રત્યેક પ્રયાસમાં લોકહિત, દેશહિતને પ્રાધાન્ય આપીને વિચાર કરવાની ક્ષમતા સાથે સંઘ સંસ્કારની સંનિષ્ઠતા સાથે ગુજરાતમાં તાજગી"નો નવો તરવરાટ પ્રસ્તુત કર્યો.રમત-ગમત ક્ષેત્રમાં ખેલ મહાકુંભ, ખેલો ગુજરાત જેવા પ્રેરણાદાયી આયોજન થકી તેમણે રમત- ગમત ક્ષેત્રે ગુજરાતને આગવું સ્થાન આપ્યું.જ્યોતિગ્રામ જેવી ક્રાંતિકારી ઊર્જા વ્યવસ્થાને કારણે દેશભરમાં ગુજરાતને એક એવું રાજ્ય બનાવ્યું જ્યાં દરેક ગામને 24 કલાક વીજળી ઉપલબ્ધ થઈ.નરેન્દ્રભાઈ મોદીની આ 23-23 વર્ષની તપસ્યાના ફળ થકી દેશ તેનો ઋણી રહ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદીએ શૂન્યમાંથી કેવું સર્જન કર્યું છે તેની ઝાંખી કરાવતા એક અનોખા કાર્યક્રમની શ્રૃંખલા 07-01- 2024થી શરુ કરીને ચાલુ વર્ષે વિવિધ તબક્કે ઉજવવા NATION FIRST FOUNDATIONએ નક્કી કર્યું છ. 24મું સંપૂર્ણ વર્ષ વિવિધ તબક્કે વિવિધ કાર્યક્રમો યોજાશે અને 07-01-2025ને 25મા વર્ષે તેની ભવ્યતમ ઊજવણી કરશે. આ માટે જે કોઈએ મોદી સાહેબની સાથે યોગદાન કર્યું હોય કે મોદી સાહેબની સાથે જોડાયેલા રહ્યાં છે, તેવા દરેક ક્ષેત્રના આગેવાનો, સચિવો, અમલદારો, પત્રકારો, મહિલાઓ, યુવાનો વગેરેની એક "સંકલન સમિતિ બનાવાઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement